વેપાર@ગુજરાત: ઘણા સમય પછી સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જલ્દીથી જાણો લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ રેટ

100 ગ્રામ સોનાના ભાવમાં 4900 નું 24 કેરેટ ઘટાડો થયો છે

અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે.આજરોજ પાંચ એપ્રિલ 2024 ને શુક્રવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 450 રૂપિયાના ઘટાડા સાથે સોનુ 64,200 ની સપાટીએ પહોંચ્યું છે. સાથે સાથે જણાવી દઈએ કે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 490 ના ઘટાડા સાથે સોનુ 70,030 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.100 ગ્રામ સોનાના ભાવમાં 4900 નો 24 કેરેટમા ઘટાડો થયો છે.

ચાંદીના ભાવ પણ સોનાની જેમ ઘટ્યા છે અને ચાંદી હવે 300 ના ઘટાડા સાથે પ્રતિ કિલો ચાંદી 81700 રૂપિયા છે. વાત કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધાર્યું પણ નહોતું કે સોનું 70 હજારની સપાટી અને ચાંદી 80,000 ની સપાટીએ છે પરંતુ આગામી સમયમાં લાખ રૂપિયાની સપાટીએ વટે તેવી પણ સંભાવના છે તો તમારી પાસે પૈસા પડ્યા હોય તો સોના ચાંદીમાં રોકાણ કરી શકો છો.