વેપાર@દેશ: સોના અને ચાંદી જબરદસ્ત કડાકો, સોનું 700 તો ચાંદી રૂ.2300થી વધું સસ્તી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી, યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર અંગેની કઠોર નીતિઓ અને ઊંચા સ્તરેથી સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આક્રમક પ્રોફિટ-બુકિંગના કારણે બજારમાં વેચવાલીનો દોર છવાયો છે.ચાંદીના બજારમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. ચાંદી ગઈકાલના બંધ ભાવ 184525 સામે આજે 182599 ના ઓપન ભાવ પર ખુલી હતી. કારોબાર દરમિયાન ચાંદીએ 183251 ની ઊંચી સપાટી સ્પર્શી હતી, પરંતુ ભારે વેચવાલીના દબાણને કારણે ભાવ ગગડીને 182205 ના નીચલા સ્તર સુધી લપસી ગયા હતા.
આ સાથે જ આજના સત્રમાં ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જેમાં કુલ 2320 નો ઘટાડો નોંધાયો છે.સોનાના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી છે. સોનું ગઈકાલે 139716 ના બંધ ભાવ સામે આજે સવારે 139282 ના મથાળે ઓપન થયું હતું. જોકે, ઊંચા મથાળે ગ્રાહકોની ઘટેલી માગ અને વૈશ્વિક દબાણને કારણે સોનાનો ભાવ ઉપરમાં 139315 સુધી જઈને ઘટીને નીચામાં 138963 ના સ્તર સુધી પહોંચ્યો હતો. આજના કારોબારમાં સોનામાં પણ મોટો કડાકો નોંધાયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 753 નો ઘટાડો થયો છે.

