વેપાર@દેશ: સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો 22 અને 24 કેરેટના તાજા ભાવ

 
ગોલ્ડ

સતત ચોથા દિવસે સોનું મોંઘુ થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરના બુલિયન બજારોમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ તેજીનો સિલસિલો યથાવત રહેતા સોનું ખરીદનારા ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. દિલ્હી બુલિયન બજારમાં સતત ચોથા સત્રમાં ભાવ વધતા ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા ૨૪ કેરેટ સોનાનો ભાવ તમામ કર સહિત ૧૦ ગ્રામ દીઠ રૂ.૧,૫૪,૦૦૦ ની ઊંચી સપાટી સુધી પહોંચી ગયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૨૪ કેરેટ સોનાનો વાયદો ૦.૧૧ ટકા અથવા રૂ.૧૬૫ ના વધારા સાથે રૂ.૧૫૧,૯૮૫ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે તે રૂ.૧૫૧,૮૨૦ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે હાજર સોનું વધીને પ્રતિ ઔંસ $૪,૪૦૧.૩૦ ની સપાટીને સ્પર્શી ગયું છે. ગુડરિટર્ન્સના આંકડા મુજબ ૨૪ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૫૦,૦૪૦ આસપાસ ચાલી રહ્યો છે.

સૌથી શુદ્ધ ગણાતા આ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૧,૫૨,૧૪૦ થી રૂ.૧,૫૪,૦૦૦ સુધી છે, જ્યારે ૧ ઔંસનો ભાવ રૂ.૪,૩૧,૩૧૦ અને એક તોલાનો ભાવ રુ.૧,૭૭,૪૫૩ સુધી પહોંચ્યો છે.દાગીના બનાવવામાં વ્યાપકપણે વપરાતા ૨૨ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૧,૩૯,૪૬૨, ૧ ઔંસનો ભાવ રૂ.૩,૯૫,૩૬૭ અને એક તોલાનો ભાવ રૂ.૧,૬૨,૬૬૫ નોંધાયો છે.૨૦ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૧,૨૬,૭૮૩ છે. જ્યારે જ્વેલરી માટે લોકપ્રિય ૧૮ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૧,૧૪,૧૦૫, ૧ ઔંસનો ભાવ રૂ.૩,૨૩,૪૮૨ અને એક તોલાનો ભાવ રૂ.૧,૩૩,૦૯૦ છે.આર્થિક રાજધાની મુંબઈ, કોલકાતા, ગુવાહાટી અને પુણેમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૪૯,૮૯૦, ૨૨ કેરેટ સોનું રૂ.૧,૩૭,૪૦૦ અને ૧૮ કેરેટ સોનું રૂ.૧,૧૨,૪૨૦ ચાલી રહ્યો છે. ચેન્નાઈમાં ૨૪ કેરેટ સોનું રૂ.૧,૫૦,૦૦૦, ૨૨ કેરેટ સોનું રૂ.૧,૩૭,૫૦૦ અને ૧૮ કેરેટ સોનું રૂ.૧,૧૫,૬૫૦ છે. અમદાવાદ, વડોદરા, પટના, ઇન્દોર અને દેવઘર જેવા શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૪૯,૯૪૦, ૨૨ કેરેટ સોનું રૂ.૧,૩૭,૪૫૦ અને ૧૮ કેરેટ સોનું રૂ.૧,૧૨,૪૭૦ નોંધાયું છે.