ખળભળાટ: મહેસાણાના આંગડિયા કર્મચારીઓ સાથે હરિયાણામાં 80 લાખની લૂંટ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના યુવકોને લઇ લુંટની મોટી ઘટના ગુજરાત બહારથી સામે આવી છે. મહેસાણા પાંચ યુવકો આંગડિયા પેઢીના કર્મચારી તરીકે હરીયાણામાં રહેતા હતા. આજે અચાનક અજાણ્યા ઇસમો મહેસાણાના યુવકોના ઘરમાં ઘુસી આવ્યા હતા. જેમાં બંદુકધારી લુંટારૂઓ સાથે બચાવમાં એક કર્મચારી ફ્લેટમાંથી કુદી ગયો હતો. જોકે લુંટારૂઓ ૮૦ લાખની ચકચારી લુંટ કરી ફરાર થઇ ગયા
 
ખળભળાટ: મહેસાણાના આંગડિયા કર્મચારીઓ સાથે હરિયાણામાં 80 લાખની લૂંટ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના યુવકોને લઇ લુંટની મોટી ઘટના ગુજરાત બહારથી સામે આવી છે. મહેસાણા પાંચ યુવકો આંગડિયા પેઢીના કર્મચારી તરીકે હરીયાણામાં રહેતા હતા. આજે અચાનક અજાણ્યા ઇસમો મહેસાણાના યુવકોના ઘરમાં ઘુસી આવ્યા હતા. જેમાં બંદુકધારી લુંટારૂઓ સાથે બચાવમાં એક કર્મચારી ફ્લેટમાંથી કુદી ગયો હતો. જોકે લુંટારૂઓ ૮૦ લાખની ચકચારી લુંટ કરી ફરાર થઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે હરીયાણાની યમુનાનગર પોલીસે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના આંગડિયા કર્મચારીઓ હરીયાણા રાજ્યના પાણીપત શહેરમાં ધંધાર્થે ગયા હતા. આ દરમ્યાન શહેરના એક મકાનમાં રોકાયા બાદ લુંટની ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. મહેસાણાના રમેશ, અશ્વિન, સંજય, કિરણ અને ઉત્તમ એક રૂમમાં રહ્યા હતા. જેની પુર્વ જાણકારી મેળવી અજાણ્યા શખ્સો બંદુક લઇને ઘરમાં ત્રાટક્યા હતા. જેમાં પિસ્તોલ બતાવી પૈસા ભરેલો થેલો ઝુંટવાની કોશિશ કરતા મહેસાણાના યુવકે ગભરાઇને પહેલા માળેથી કુદકો માર્યો હતો. ઘટનાને પગલે દોડધામ મચી ગયા બાદ બે બેગમાંથી કુલ 80 લાખ લુંટાયા અંગેની કિરણ પટેલે ફરિયાદ દાખલ કરાવી છે.