ખળભળાટ@અરવલ્લી: 1 કરોડ 20 લાખના ચરસ સાથે 2 ઈસમો ઝડપાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ( રમેશ વૈષ્ણવ) અરવલ્લીમાં દારૂ બાદ હવે ચરસ ધુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 1.20 કરોડનો ચરસનો જથ્થા સાથે પોલીસે 2 ઈસમો ઝડપી લીધા છે. શામળાજી પોલીસ અને SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. શામળાજી અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમા એક કારમાં ગુપ્ત ખાના
 
ખળભળાટ@અરવલ્લી: 1 કરોડ 20 લાખના ચરસ સાથે 2 ઈસમો ઝડપાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ( રમેશ વૈષ્ણવ)

અરવલ્લીમાં દારૂ બાદ હવે ચરસ ધુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 1.20 કરોડનો ચરસનો જથ્થા સાથે પોલીસે 2 ઈસમો ઝડપી લીધા છે. શામળાજી પોલીસ અને SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

શામળાજી અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમા એક કારમાં ગુપ્ત ખાના બનાવી સંતાડીને લવાતો 24.190 કીલોગ્રામનુ ચરસ ઝડપી લીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચરસનો જથ્થો સરેરાશ 1 કરોડ 20 લાખ રૂપિયાનો હોવાથી ખળભળાટ મચી ગયો છે. કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી પોલીસે 2 શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શામળાજી સુધી આટલો મોટો જથ્થો પહોંચી ગયો તો રસ્તામાં ક્યાંય ચેકીંગ ન થયું ? ગુજરાત અને અન્ય રાજ્યોમાં આવતી ચેકપોસ્ટ ઉપર તોડ થયો ? આ તમામ સવાલો પોલીસ અને જનતા માટે મહત્વના બન્યા છે.

મંગળવારે સાંજે શામળાજી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેર ઠેર નાકાબંધી અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા બાતમી આધારે ગોલ્ડન કલરની એસએક્સ-4 કાર (ગાડી.નં.DL 7 CH 9483 ) અટકાવી તલાસી લેવામાં આવી હતી. કારના પડખામાં ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલ કાશ્મીરી ચરસના-24 પેકેટ મળી આવ્યા હતા. ચરસના જથ્થા સાથે ગુલશન રાધેશ્યામ ચમાર (રહે,અંબાલા,હ  અને ગોપાલચંદ્ર સુરતરામ કોલી (રહે,કુલ્લુ, હિમાચલ પ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે. રૂ.12335500 નો મુદ્દામાલ જપ્ત કરી કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી અને ગુલામરસુલ (બંને રહે,અનંતનાગ, જમ્મુ) વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.