ખળભળાટ@બેચરાજી: પીવાનું પાણી ઓઈલ જેવું, ગામલોકો ગભરાઇ રહ્યા તરસ્યા

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના ગામે ગામલોકોને મળતું પીવાનું પાણી અચાનક કાળાંશ ધરાવતું આવતું હતું. આથી સરપંચ સહિતનાએ ગામનો બોર ચેક કર્યો તો ચોંકી ગયા હતા. બોરમાંથી સતત ઓઈલ જેવું પાણી આવતાં ગભરાઇ ગયા હતા. પાણીમાં સુધારો નહિ આવતાં તરસ્યા રહેવાની નોબત આવી છે. આથી તાત્કાલિક સંબંધિત એકમને જાણ કરી હતી. મહેસાણા જિલ્લાના બેચરાજી
 
ખળભળાટ@બેચરાજી: પીવાનું પાણી ઓઈલ જેવું, ગામલોકો ગભરાઇ રહ્યા તરસ્યા

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના ગામે ગામલોકોને મળતું પીવાનું પાણી અચાનક કાળાંશ ધરાવતું આવતું હતું. આથી સરપંચ સહિતનાએ ગામનો બોર ચેક કર્યો તો ચોંકી ગયા હતા. બોરમાંથી સતત ઓઈલ જેવું પાણી આવતાં ગભરાઇ ગયા હતા. પાણીમાં સુધારો નહિ આવતાં તરસ્યા રહેવાની નોબત આવી છે. આથી તાત્કાલિક સંબંધિત એકમને જાણ કરી હતી.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામે પીવાનું પાણી ચોંકી જવાય તેવી ઘટના સામે આવી છે. હકીકતે બે દિવસ પહેલા આખા ગામને કાળું પાણી મળ્યું હતું. સામૂહિક રાળ ફરિયાદને પગલે ગામનો બોર તપાસમાં આવ્યો હતો. જેમાં અચાનક ઓઈલ જેવું કાળાં પાણીનો બંબો જોઈ સૌ ચોંકી ગયા હતા. એકાદ કલાકને બદલે સતત ચાર કલાક પાણીનો બંબો કાળાંશ ધરાવતો આપતાં ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર મામલે ડેડાણા ગામના સરપંચ દશરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કાળું પાણી આવતાં હાલ પૂરતો બોર બંધ કરી દીધો છે. આ સાથે પાણી પુરવઠા અને ટીડીઓને પણ જાણ કરી છે. પાણી માટે હવે એકમાત્ર કૂવા હોઈ દોડધામ ઉભી થઇ છે. બોર બંધ થતાં ગામલોકોને જાણે તરસ્યા રહેવાની નોબત આવી છે. સૌથી મોટી વાત છે કે, ઓઈલ જેવું પાણી થયું કેવી રીતે એ સવાલ ગામલોકો માટે અત્યંત મહત્વનો બન્યો છે.