ખળભળાટ@ભિલોડા: દિપડો રહેણાંકમાં આવી ગયો, વાછરડાંને મારીને ફરાર

અટલ સમાચાર,ભિલોડા ભિલોડા તાલુકાના ગામે ગુરુવારે મોડીરાત્રે ૩ વાગ્યાના સુમારે એક પશુપાલકના આંગણામાં દીપડો તેના બે બચ્ચા સાથે આવી ગયો હતો. દિપડો ગાયના વાછરડાને ઉઠાવી જતાં આસપાસના પંથકમાં ફફડાટ વ્યાપ્યો છે. ઘટનાને લઇ વનવિભાગના અધિકારીઓએ દિપડાની શોધખોળ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવી મોરી ગામે
 
ખળભળાટ@ભિલોડા: દિપડો રહેણાંકમાં આવી ગયો, વાછરડાંને મારીને ફરાર

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે ગુરુવારે મોડીરાત્રે ૩ વાગ્યાના સુમારે એક પશુપાલકના આંગણામાં દીપડો તેના બે બચ્ચા સાથે આવી ગયો હતો. દિપડો ગાયના વાછરડાને ઉઠાવી જતાં આસપાસના પંથકમાં ફફડાટ વ્યાપ્યો છે. ઘટનાને લઇ વનવિભાગના અધિકારીઓએ દિપડાની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવી મોરી ગામે દિપડાનો આતંક સામે આવ્યો છે.ગુરુવારે વહેલી સવારે 3 વાગે ભિલોડા તાલુકાના નવીમોરી ગામે રાઠોડ કરણસિંહ વખતસિંહના ઘરે દીપડો તેમજ તેના બે બચ્ચાં ઘર આંગણમાં આવી પહોંચ્યા હતા અને ગાયના વાછરડાને ઉપાડી ગયા હતા. દીપડો ગામમાં અને ઘરના આંગણામાં આવીને પશુનું મારણ કરતા હોઈ ગામમાં તેમજ દીપડાના આતંકથી આજુ બાજુના ગામના લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જંગલમાં અનેક હિંસક જીવ પણ વસવાટ કરી રહ્યા છે પરંતુ જંગલમાં આ જીવોને પુરતો ખોરાક અને પાણી મળતું ન હોવાની પુષ્ટી થઈ રહી હોય તેમ જંગલી જીવો ગામડાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખોરાકની શોધમાં આવા હિંસક જીવો ગામડાઓમાં આવીને પશુઓનું મારણ કરતા કિસ્સાઓ ઘણીવાર પ્રકાશમાં આવ્યા છે.દીપડો ગામમાં દેખાવાની અને વાછરડાને ઉપાડી જવાની વાત વાયુવેગે આસપાસના પંથકમાં ફેલાઈ જતાં ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે પશુપાલકે વન વિભાગને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.