આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા પાલિકામાં લોકડાઉન દરમ્યાન પરિસ્થિતિ તપાસ ઉપર સતત વોચ રાખવી પડે તેમ છે. પ્રોવિઝન સ્ટોર્સમાં નગરપાલિકાએ રેડ કરતા ખરાબ થયેલ તેલનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ સાથે પ્રતિબંધિત ગુટખાનો જથ્થો મળી આવતાં ગોડાઉન સિલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. દુકાનદારે અનેક ગ્રાહકોને એક્સપાયર થયેલ તેલ પધરાવ્યુ હોવાનું સામે આવતા પાલિકાના અધિકારીઓ ચોંકી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મોટું નામ ગણાતી દુકાનમાં જ ભોપાળુ નીકળ્યું છે. મહેશ પ્રોવિઝન સ્ટોર્સમાં આજે નગરપાલિકાએ તપાસ હાથ ધરી હતી. જેમાં એક્સપાયર થયેલ 500ml તેલની બોટલોનો જથ્થો પકડાઇ ગયો હતો. આથી પાલિકાએ આપેલ પાસ રદ્દ કરવાની તેમજ દુકાન સાથે રહેણાક વિસ્તારના તમામ ગોડાઉન સિલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સમગ્ર મામલે પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી રાવે જણાવ્યું હતું કે, મહેશ પ્રોવિઝન સ્ટોર્સ વિરુદ્ધ ધાનેરા પ્રાંતને આગાઉ અરજી કરવામાં આવેલી છે. જેમાં વહીવટીતંત્રએ કોઈ પગલાં ન લેતા આજે એક્સપાયર થયેલ તેલ વેચતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે ગોડાઉનની બાજુના રહીશ મલાભાઈ પ્રજાપતિએ પણ કહ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે એક્સપાયર તેલ ખુલ્લેઆમ વેચાણ થયું છે. જેના કારણે ગરીબ લોકોને બિમારીમાં સપડાવવાની શક્યતા બની છે. જોકે નગરપાલિકાએ હરકતમાં આવી એક્સન લેતા આજે બધું ઉઘાડું પડ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code