ખળભળાટ@ગાંધીનગર: કોરોનો ઝોનમાં ઘુસી ગયેલ દિપડાને ક્વોરેન્ટાઇન કર્યો

અટલ સમાચાર,ગાંધીનગર એક તરફ કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે, ત્યારે ગત દિવસોએ ગાંધીનગરમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ દીપડો હોસ્પિટલના બાથરૂમમાં પુરાયો હતો જો કે, ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને ઝડપી પાડ્યો છે. જો કે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ઘુસ્યો હોવાથી દીપડાને ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ખળભળાટ@ગાંધીનગર: કોરોનો ઝોનમાં ઘુસી ગયેલ દિપડાને ક્વોરેન્ટાઇન કર્યો

અટલ સમાચાર,ગાંધીનગર

એક તરફ કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે, ત્યારે ગત દિવસોએ ગાંધીનગરમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ દીપડો હોસ્પિટલના બાથરૂમમાં પુરાયો હતો જો કે, ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાને ઝડપી પાડ્યો છે. જો કે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ઘુસ્યો હોવાથી દીપડાને ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં દીપડાને ક્વોરન્ટાઇન કરાયો છે. કોલવડા આયુર્વેદિક કોલેજમાંથી પકડાયેલા દીપડાને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. દીપડો ઝડપાયા બાદ તેનું ટેમ્પરેચર માપવામાં આવ્યું છે. જો કે, દીપડો બફરઝોનમાંથી પકડાયો હોવાથી દીપડાને ક્વોરન્ટાઇ કરવામાં આવ્યો છે. દિપડો આ હોસ્પિટલના ટોયલેટમાં જ ફસાઇ ગયો હતો. જો કે, કોલેજ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લા નાયબ વનસંરક્ષક તથા રેન્જ ફોરેસ્ટરને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ પાંજરા સાથે ત્યાં પહોંચી ગયો હતો. પરંતુ દિપડો સીધીરીતે પાંજરે પુરાય તેમ ન હતો તેથી વનવિભાગે ગીરફાઉન્ડેશનના ડોક્ટરને તેડાવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 2 દિવસ પહેલા જ કોલવડા ગામમાંથી કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે. જેને લઇને આ દિપડાને પકડવામાં ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. કોલવડા કોરોનાગ્રસ્ત વિસ્તાર હોવાને કારણે દિપડાને તથા પાંજરાને સેનેટાઇઝ કરીને તેને ઇન્દ્રોડા પાર્કમાં ક્વોરેન્ટાઇન કરીને અન્ય પ્રાણીઓથી દુર રાખવામાં આવ્યો છે.