આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગામે મહિલાઓ ભેગી થઇ દારૂના અડ્ડા પર પહોંચી જનતારેડ કરી હોવાનું સામે આવ્યુ છે. ગામમાં દેશી-વિદેશી દારૂની બદી બેફામ બની હોઇ પોલીસની જવાબદારી વચ્ચે મહિલાઓ રણચંડી બની દારૂનો નાશ કરવા પહોંચી હતી. આ દરમ્યાન ભારે શોરબકોર અને હોબાળા વચ્ચે ઘડીભર દોડધામ મચી ગઇ હતી. બુટલેગરને ત્યાં મહિલાઓ રેડ પાડવા પહોંચી હોવાની ઘટનાને પગલે ગામ અને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે દારૂના અડ્ડા છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહ્યા છે. જેની સામે પોલીસ કાર્યવાહી અનેક સવાલો વચ્ચે આવતા વર્તમાન અને ભવિષ્ય સુધારવા મહિલાઓએ આગેવાને લીધી હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરે અચાનક ગામની જાગૃત મહિલાઓ ભેગા મળીને બુટલેગરને ત્યાં જનતારેડ કરવા દોડી ગઇ હતી. એકસાથે વધુ સંખ્યામાં મહિલાઓને આક્રોશિત મિજાજમાં જોઇ બુટલેગર અને નજીકના રહીશોમાં શોર-બકોર મચી ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક મહિલાઓ દારૂના વેચાણ અને તેના દ્રારા અનેક પરિવારને ગંભીર અસર થતી હોઇ રણચંડી બની હતી. મહિલાઓએ બુટલેગરના અડ્ડા પર ત્રાટકી દારૂ નાશ કરવાની ગતિવિધિ હાથ ધરી હતી. આ દરમ્યાન વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે મહિલાઓ દ્રારા થયેલી જનતારેડ પોલીસની જવાબદારી સામે અનેક સવાલો ઉભા કરતી હોઇ કાયદો અને વ્યવસ્થા મંથન માંગી રહી હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code