આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

પેટાચુંટણી પુર્ણ થયા બાદ મહેસાણામાંથી પોલીસે લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. પોલીસે પીકઅપ ડાલામાં વોશના લાકડાની આડમાં લઇ જવાતો 2,88,000 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને પીકઅપ ડાલા સહિત 7,88,000નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જીલ્લા પોલીસવડા મયંકસિંહની સૂચનાથી અને એલસીબી પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ દિવાળી તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ ગોઠવ્યુ હતુ. આ દરમ્યાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, રામપુરા ચોકડીથી પાલાવાસણા જતાં માર્ગ પર જે.કે.લક્ષ્મી સિમેન્ટના ગોડાઉનની સામે આવેલ જુની રામદેવ હોટલની ખુલ્લી જગ્યામાં એક પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જેને લઇ પોલીસે બાતમીને આધારે સ્થળ તપાસ કરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા પોલીસે રામપુરા ચોકડી નજીકથી પીકઅપડાલામાંથી સંતાડેલ વિદેશી દારૂની બોટલો નંગ-720 કિ.રૂ.2,88,000 ડાલુ કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ.7,88,000નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. પોલીસે મહીન્દ્રા બોલેરો પીકઅપ નંબર-GJ 01 E 5321ના ચાલકના વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાર્શ

બુટલેગરો પોલીસથી બચવા વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નવી-નવી મોડસ ઓપરેન્ડી શોધતા હોય છે. તો મહેસાણા પોલીસે રામપુરા ચોકડી નજીકથી પીકઅપડાલામાં વોશના લાકડાના નીચે પ્લાયવુડનું બોક્સ ટાઇપ બનાવીને સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી કુલ 2,88,000નો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.

25 May 2020, 8:47 AM (GMT)

COVID-19 Global Stats

5,514,011 Total Cases
346,877 Death Cases
2,309,440 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code