ખળભળાટ@મોડાસા: 15 લૂંટારૂઓએ બસને આંતરી, 2 લાખની ચકચારી લૂંટ કરી ફરાર

અટલ સમાચાર, મોડાસા મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટનો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે. ઘટનાને લઇ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો
 
ખળભળાટ@મોડાસા: 15 લૂંટારૂઓએ બસને આંતરી, 2 લાખની ચકચારી લૂંટ કરી ફરાર

અટલ સમાચાર, મોડાસા

મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટનો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે. ઘટનાને લઇ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા પાસેથી યાત્રાળુઓ ભરેલી બસ પસાર થઇ રહી હતી. આ દરમ્યાન 15 જેટલા લૂંટારૂઓએ બસને આંતરી હતી. બસમાં સવાર 56 યાત્રાળુઓ સાથે મારઝૂડ કરી લૂંટારૂઓ 2 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. લૂંટારૂઓએ 6 લોકોને ઢોર માર મારતા ૩ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હાલ ગાંધીનગર હોસ્પિટલમાં રીફર કરાયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પુષ્કરથી યાત્રાળુઓ ભરેલી બસ અરવલ્લીના મોડાસા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વોડડા ટોલટેક્સ પાસે લૂંટારુઓએ બસને આંતરી હતી. લૂંટારુઓએ બસમાં સવારે 56 જેટલા મુસાફરો સાથે લૂંટફાટ ચલાવી હતી. બસ પર 15 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેઓએ મુસાફરો સાથે મારપીટ કરી 2 લાખના મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ 6 લોકોને ઢોર માર માર્યો હતો.