ખળભળાટ@પાટણ: મોડી સાંજે ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે બબાલ, ટોળાં ઉમટ્યાં

અટલ સમાચાર, પાટણ પાટણ પાલિકામાં મિશ્રિત રાજકીય અને વહીવટી સત્તામાં તબક્કાવાર વળાંકો આવી રહ્યા છે. લોકડાઉન અને જન આરોગ્યની કાળજી વચ્ચે મીરા દરવાજા પાસે એક પ્રશ્ન ઉકેલાતા બીજા પ્રશ્નો સર્જાયા છે. સ્થાનિકોએ શૌચાલય અને ગટર સમસ્યા વિશે નગરસેવકો, ધારાસભ્ય અને ચીફ ઓફિસરને જાણ કરી હતી. આથી 7 વાગ્યાના સુમારે સ્થળ તપાસ કરતાં ચીફ ઓફિસર અને
 
ખળભળાટ@પાટણ: મોડી સાંજે ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે બબાલ, ટોળાં ઉમટ્યાં

અટલ સમાચાર, પાટણ

પાટણ પાલિકામાં મિશ્રિત રાજકીય અને વહીવટી સત્તામાં તબક્કાવાર વળાંકો આવી રહ્યા છે. લોકડાઉન અને જન આરોગ્યની કાળજી વચ્ચે મીરા દરવાજા પાસે એક પ્રશ્ન ઉકેલાતા બીજા પ્રશ્નો સર્જાયા છે. સ્થાનિકોએ શૌચાલય અને ગટર સમસ્યા વિશે નગરસેવકો, ધારાસભ્ય અને ચીફ ઓફિસરને જાણ કરી હતી. આથી 7 વાગ્યાના સુમારે સ્થળ તપાસ કરતાં ચીફ ઓફિસર અને ધારાસભ્યે વિગતો મેળવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમ્યાન અચાનક પાલિકા પ્રમુખ મહેન્દ્ર વકીલ આવી જતાં ચર્ચા જામી હતી. જાણ કર્યા વિના અને લોકડાઉન દરમ્યાન કેમ ભેગા થયાનો આધાર લઈ ઘર્ષણ થયું હતું. જેમાં ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે જામી જતાં કેટલાક નગરસેવકોએ ઝંપલાવ્યું હતું. આથી પ્રમુખ મહેન્દ્ર વકીલ એકદમ ગુસ્સે થઈ અપશબ્દો બોલતાં મામલો વધુ બિચક્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર અને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ અત્યંત ગરીબ વસ્તીને ગટર વ્યવસ્થા કરી આપવા ચર્ચા કરતાં હતા. સ્થાનિકો કે અન્ય લાગતાવળગતા દ્વારા પ્રમુખ મહેન્દ્ર વકીલને જાણ થવાનું કદાચ ટાળ્યું હશે. આ દરમ્યાન કાર લઈ પસાર થતાં પ્રમુખે ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં ચીફ ઓફિસર અને નગરસેવકોના તતડાવી ચાલી નિકળ્યા હતા.

ખળભળાટ@પાટણ: મોડી સાંજે ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે બબાલ, ટોળાં ઉમટ્યાં

સમગ્ર મામલે પ્રમુખ મહેન્દ્ર વકીલે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરવા તૈયારી કરી છે. સમગ્ર મામલે રાજકીય ટકરાવ, અહમ, નિયમો અને વહીવટી કાર્યવાહીમાં સહકારી ભૂમિકા સહિતના મુદ્દાઓ ઘર્ષણના સૌથી મોટા કારણો તરીકે ઉભરી આવ્યા છે.