આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સિદ્ધપુર

સિદ્ધપુર તાલુકાના ગામડાંઓમાં કોરોના વાયરસ ઘૂસી જતાં ખળભળાટ મચી ગયો છે. આજે વધુ ત્રણ કેસ પોઝીટીવ આવતાં સમગ્ર સિદ્ધપુર કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયું છે. જિલ્લામાં એકમાત્ર સિદ્ધપુર તાલુકામાં કુલ ચાર કેસ પોઝીટીવ થઈ જતાં અફરાતફરી મચી ગઇ છે. આ તમામ દર્દીઓ મુંબઈથી ચેપગ્રસ્ત બનીને આવ્યા હોઇ આરોગ્યના સર્વેમાં કેમ ના આવ્યા તે સૌથી મોટો સવાલ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં કોરોના વાયરસની ઘૂસણખોરી થયા બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લઘુમતી કોમના સાળા બનેવી બાદ નેદરા ગામના વધુ ત્રણ વ્યક્તિ કોરોના વાયરસના પોઝીટીવ આવ્યા છે. મુંબઈથી આવેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર સંક્રમિત થયા હતા. આથી પાટણ જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ પાંચ થયા હોઇ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાંથી ગામડામાં કોરોના ઘૂસી જતાં સિદ્ધપુર તાલુકામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની જેમ કિલ્લેબંધી કરવામાં આવી છે. 24 કલાક કોઈને પણ બહાર નહિ જવા અને ગામમાં પ્રવેશ પણ બંધ કર્યો છે. જિલ્લા પોલીસ અને આરોગ્ય દ્વારા સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ ધ્યાન આપવા જણાવી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કુલ પાંચ કેસ બાદ હજુપણ 8 વ્યક્તિના રિપોર્ટ આવવાના બાકી છે. આથી પાટણ જિલ્લામાં કોરોનાનો ચેપ થયાની આશંકા બની છે. આ ચારેય વ્યક્તિ મુંબઈથી આવ્યા અનેકને મળ્યા હોઇ પોલીસે તમામને શોધી હોમ ક્વોરોન્ટાઈન કરાવવા મથામણ શરૂ કરી છે. ગામડામાં ચેપનો ફેલાવો ઝડપથી થવાની શક્યતા હોઇ પાટણ જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code