ખળભળાટ@સિધ્ધપુર: લક્ષણો વગર 20 વર્ષની પાટીદાર યુવતીને કોરોના

અટલ સમાચાર, પાટણ સિધ્ધપુર કોરોના વાયરસનું હોટ સ્પોટ બન્યું હોઇ ફરીથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તાવડીયા ગામની માત્ર 20 વર્ષની પાટીદાર યુવતીને કોરોના પોઝીટીવ આવ્યો છે. સિફા હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીને અગાઉના કેસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ગામમાં સર્વે ટીમ ઉતારી તપાસ શરૂ કરવામાં આવી છે.
 
ખળભળાટ@સિધ્ધપુર: લક્ષણો વગર 20 વર્ષની પાટીદાર યુવતીને કોરોના

અટલ સમાચાર, પાટણ

સિધ્ધપુર કોરોના વાયરસનું હોટ સ્પોટ બન્યું હોઇ ફરીથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તાવડીયા ગામની માત્ર 20 વર્ષની પાટીદાર યુવતીને કોરોના પોઝીટીવ આવ્યો છે. સિફા હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીને અગાઉના કેસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ગામમાં સર્વે ટીમ ઉતારી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે યુવતીના પરિવારમાં આવતાં કુલ ત્રણના સેમ્પલ લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. ગામમાં સૌપ્રથમ કેસ આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલી સિફા હોસ્પિટલમાં કોરોના વાયરસનુ સંક્રમણ થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પાટણ જિલ્લાનો સૌપ્રથમ દર્દી લુકમાન આ હોસ્પિટલ સારવાર માટે ગયો હતો. આથી હોસ્પિટલમાં નોકરી કરતાં કર્મચારીઓને ચેપ લાગ્યો હોવાની આશંકા હવે સાચી પડી છે. તાવડીયા ગામની 20 વર્ષની પાટીદાર યુવતી સિફા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હોઇ ચેપગ્રસ્ત બની છે. સૌથી મોટી વાત છે કે, લક્ષણો ન હોવા છતાં યુવતી કોરોનામાં સપડાઇ છે.

ખળભળાટ@સિધ્ધપુર: લક્ષણો વગર 20 વર્ષની પાટીદાર યુવતીને કોરોના

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાવડીયા ગામની પટેલ યુવતીને કોરોના પોઝીટીવ આવતાં તેના માતા-પિતા અને ભાઇના સેમ્પલ લેવાની દોડધામ થઇ છે. આ સાથે યુવતીની સોસાયટી કે મહોલ્લામાં તાત્કાલિક સેનેટાઇઝેશન કરવા સાથે શંકાસ્પદો શોધવા આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. ગામમાં કોરોના વાયરસ ઘૂસી જતાં ગ્રામજનો ચોંકી ગયા હોઇ જડબેસલાક લોકડાઉન થયું છે. આરોગ્ય વિભાગે સંક્રમિતોને શોધી ચેઈન તોડવા પણ મથામણ હાથ ધરી છે.