આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ (રમેશભાઇ રાજપૂત)

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોએ શાળાના બાળકો પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. થરાદની ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ પર બેફામ તત્વોએ લોખંડની પાઇપો અને લાકડીથી હુમલો કરતા પંથકમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે 7 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

થરાદની ગાયત્રી હાઈસ્કૂલના વિધાર્થીઓ પર શનિવારે શાળાએથી પરત ફરતા હતા. આ વખતે અસામાજિક તત્વોએ અચાનક જીવલેણ હુમલો કરતા વિધાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

add bjp

શાળાના બાળકોને નિશાન બનાવતાં શિક્ષણ આલમમા ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલા અંગે કારણ અંગે અનેક તર્કવિતર્કો.

એવી તે શું બાબત હતી કે બેફામ બની બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા ? તેના વિશે સમગ્ર પંથકમાં અનેક તર્કવિતર્કો શરૂ થયાં છે. ઘટનાને પગલે વાલીઓમાં રોષ અને ચિંતા વધી ગઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code