ખળભળાટ@વાવ: એક જ દિવસમાં 4 વ્યક્તિને કોરોના આવ્યો, ચેપ બન્યો ભયાનક

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના વધુ 5 કેસ સામે આવતા આરોગ્ય સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. વાવ પંથકના ચાર અને પાલનપુર તાલુકામાં એક સહિત કુલ 5 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં વાવ તાલુકાના મીઠીચારણ, આકોલી, દૈયપ, માવસરી અને પાલનપુર તાલુકાના ગઠામણમાં પોઝિટીવ કેસ સામે આવ્યો છે. જીલ્લામાં 4 પુરૂષ અને 1 મહિલાનો
 
ખળભળાટ@વાવ: એક જ દિવસમાં 4 વ્યક્તિને કોરોના આવ્યો, ચેપ બન્યો ભયાનક

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના વધુ 5 કેસ સામે આવતા આરોગ્ય સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. વાવ પંથકના ચાર અને પાલનપુર તાલુકામાં એક સહિત કુલ 5 કેસ પોઝિટીવ આવ્યા છે. જેમાં વાવ તાલુકાના મીઠીચારણ, આકોલી, દૈયપ, માવસરી અને પાલનપુર તાલુકાના ગઠામણમાં પોઝિટીવ કેસ સામે આવ્યો છે. જીલ્લામાં 4 પુરૂષ અને 1 મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવતા લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ અને પાલનપુર તાલુકામાં 5 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના ગઠામણના ગામના 18 વર્ષીય શોહિલ ભોરણિયા નામના યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો આ તરફ વાવ તાલુકાના 4 ગામોમાં કોરોના પોઝિટીવના દર્દીઓ નોંધાયા છે. જેમાં મીઠીચારણ, આકોલી, દૈયપ અને માવસરીમાં 3 પુરૂષ સહિત 1 મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં લીલાબેન બુંબડીયા(ઉંમર-48 રહે,આકોલી,તા.વાવ), ઢેગાભાઈ નરપતભાઈ વેણ( ઉંમર-22 ગામ માવસરી,તા.વાવ) પ્રકાશભાઈ મઘાભાઈ વણકર,(ઉંમર-20 મુ.દૈયપ,તા.વાવ) અને ઈશ્વરભાઈ મફાભાઈ વડાલિયા,(ઉંમર-28,મીઠાવીચારણ,તા.વાવ)નો સમાવેશ થાય છે.

ખળભળાટ@વાવ: એક જ દિવસમાં 4 વ્યક્તિને કોરોના આવ્યો, ચેપ બન્યો ભયાનક

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠામાં આજે વધુ 5 કેસ પોઝિટીવ આવતા કુલ આંક 17 થયો છે. જેમાં 11 કેસ પાલનપુરના ગઠામણ વિસ્તારના છે. તો અન્ય 6 કેસ વાવ પંથકના છે. જોકે વાવનો પ્રથમ પોઝિટીવ કેસની સારવાર બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આજે 5 કેસ આવતા જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફ્રેન્સી અને જિલ્લા વહીવટીતંત્ર વધતી કોરોના શ્રુંખલા તોડવા યુદ્ધ સ્થિતિમાં મેદાનમાં ઉતર્યા છે.