બાયડ: ડેમાઇ ગામે એકલિંગજી દાદાની પ્રતિષ્ઠામાં ભકતોનુ ઘોડાપુર

અટલ સમાચાર,બાયડ અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈ ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ એકલિંગજી દાદાની પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક લઘુરૃદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડેમાઈ ગામમાં આવેલા એકલિંગજી દાદાના મંદિરની પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે ગામના તેમજ સમાજના આગેવાનો સહિત ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતુ. ડેમાઇ ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ઘ્વારા મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર તેમજ શિખર પર ધજા
 
બાયડ: ડેમાઇ ગામે એકલિંગજી દાદાની પ્રતિષ્ઠામાં ભકતોનુ ઘોડાપુર

અટલ સમાચાર,બાયડ

અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈ ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ એકલિંગજી દાદાની પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક લઘુરૃદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડેમાઈ ગામમાં આવેલા એકલિંગજી દાદાના મંદિરની પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે ગામના તેમજ સમાજના આગેવાનો સહિત ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતુ.

ડેમાઇ ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ઘ્વારા મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર તેમજ શિખર પર ધજા ચડાવી જળનો અને દૂધનો અભિષેક તેમજ બીલીપત્રની પૂજા અને એકલીંગજી દાદાની પૂજા અર્ચના પણ કરી હતી. ત્રિવેદી મેવાડા સમાજના લોકોએ દાદાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રતિષ્ઠામાં મહોત્સવને કારણે ગામનું વાતાવતર ભક્તિમય બની ગયુ હતું.