આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,બાયડ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સોમવારે અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં એક વ્યકિતનુ મોત નિપજયુ છે તો અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાયડની માધવ ચોકડી થી સાઠંબા જતા સવેલા ગામના પાટિયા પાસે બાઈક સવાર મનહરભાઈ જાલમ ભાઈ ઠાકોર ગામ આસપુરને ટ્રેક્ટરની ટક્કર વાગતા બાઈક સવાર ફંગોળાઈને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમની લાશને પીએમ માટે 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે સોમવારે વહેલી સવારે માધવ ચોકડી થી સાઠંબા રોડ ઉપર એક ઈકો ગાડી નંબર GJ 01 RL 4676 સાઠંબા તરફ જતી હતી. ત્યારે સાઠંબા ચોકડી આગળ શંકરપુરા કેનાલ પાસે રોડની સાઇડ પર પલટી જતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી. ગાડીમાં સવાર વ્યક્તિઓને સારવાર માટે 108ના પાયલોટ વનરાજસિંહ અને ડૉ વિક્રમસિંહ દ્વારા વાત્રક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code