રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કરાયો, UPAથી 2.86 ટકા સસ્તો NDAનો રાફેલ સોદો

રાફેલ ડીલ પર આજે કેગ દ્વારા રાજ્યસભામાં રૂપોર્ટ રજૂ કરાયો છે.CAG રિપોર્ટના મતે યુપીએની સરખામણી NDAના શાસનકાળમાં 2.86 ટકા સસ્તી ડીલ ફાઇનલ કરાઇ છે. કેગના રિપો્રટના મતે 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલ કોન્ટ્રાક્ટમાં 17.08 ટકા પૈસા બચાવ્યા છે. લોકસભા પહેલા સરકારે રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો છે. ભાજપના કે પી રાધાકૃષ્ણને રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો.
 
રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કરાયો, UPAથી 2.86 ટકા સસ્તો NDAનો રાફેલ સોદો

રાફેલ ડીલ પર આજે કેગ દ્વારા રાજ્યસભામાં રૂપોર્ટ રજૂ કરાયો છે.CAG રિપોર્ટના મતે યુપીએની સરખામણી NDAના શાસનકાળમાં 2.86 ટકા સસ્તી ડીલ ફાઇનલ કરાઇ છે. કેગના રિપો્રટના મતે 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલ કોન્ટ્રાક્ટમાં 17.08 ટકા પૈસા બચાવ્યા છે. લોકસભા પહેલા સરકારે રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો છે. ભાજપના કે પી રાધાકૃષ્ણને રાજ્યસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટનું નામ છે CAG report — Air Force, Performance Audit on “Capital Acquisition in Indian Air Force. જેમાં રાફેલ ડીલની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.

રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે 2016માં કોઈ કારણ વગર ઈન્ડિયા સ્પેસિફિકેશન એન્હાસમેન્ટ કરવામાં આવ્યું હતું.રાફેલ ડીલ 2016માં થઈ હતી. તે 2007માં થયેલી ડીલની તુલનામાં 2.8 ટકા સસ્તી હતી. સરકાર આ મામલે 9 ટકા સસ્તી ડીલનો જે દાવો કરી રહી છે તે ખોટો છે.

 રાજ્યસભામાં રજૂ થયેલા CAG રિપોર્ટ મુજબ મોદી સરકારે જે રાફેલ પ્લેનની ડીલ કરી છે, તે સસ્તી છે. રિપોર્ટ અનુસાર, રાફેલ પ્લેન 2.86 ટકા સસ્તું છે. જોકે બિલકુલ તૈયાર અવસ્થામાં રાફેલની કિંમત UPA સરકાર સમય જેટલી જ છે.