આફત@ખેડબ્રહ્મા: બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાયું, માંડ જીવ બચ્યો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં ઉત્તરાયણ પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્ટેટ હાઇવેથી પોતાના ઘર તરફ જતા બાઇક ચાલકને ધારદાર દોરી અચાનક ગળાના ભાગે આવી જતાં કાપો પડી ગયો હતો. દોરી એટલી તીક્ષ્ણ હોઇ ગળાનો કેટલોક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
આફત@ખેડબ્રહ્મા: બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાયું, માંડ જીવ બચ્યો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં ઉત્તરાયણ પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્ટેટ હાઇવેથી પોતાના ઘર તરફ જતા બાઇક ચાલકને ધારદાર દોરી અચાનક ગળાના ભાગે આવી જતાં કાપો પડી ગયો હતો. દોરી એટલી તીક્ષ્ણ હોઇ ગળાનો કેટલોક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક સારવાર આપી જીવ બચાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આફત@ખેડબ્રહ્મા: બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાયું, માંડ જીવ બચ્યો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉંચીધનાલ ગામના અમરતભાઇ લલ્ભુભાઇ સુથાર રવિવારે સાંજે બાઇક લઇ કામ અર્થે બહાર નીકળ્યા હતા. આ દરમ્યાન રાધીવાડ ગામે પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. દોરી એટલી ધારદાર હતી કે, જોતજોતામાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો.ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી તેમને જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડો.દેવાંશીશ ત્રિવેદીએ સારવાર આપી માંડ તેમનો જીવ બચાવ્યો હતો. નોંધનિય છે કે, બે દિવસમાં ખેડબ્રહ્મા તાલુકામાં પતંગની દોરીથી ગળું કપાવાનો આ બીજો બનાવ છે.