આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

પત્નીને અલગ અલગ નંબરથી ફોન આવી રહ્યા હતા. લોકો તેને અશ્લીલ સવાલો કરી રહ્યા હતા. મહિલાને કઈ જ ખબર નહીં પડી કે આખરે તેની સાથે શુ થઇ રહ્યું છે. જયારે તેણે આ બાબત પોતાના પતિને જણાવી ત્યારે તેના પતિએ આખી વાતને ધ્યાનમાં જ નહીં લીધી. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો. ત્યારે પતિએ બધા જ રાઝ ઉઘાડા પાડી દીધા. ઝગડા દરમિયાન પતિએ કહ્યું કે, ‘મેં જ નકલી આઈડી બનાવી તારા ફોટો ફેસબૂક પર કોલગર્લ બતાવીને નાખ્યા હતા’. એટલું જ નહીં પરંતુ પતિએ પોતાની પત્નીનો ફોન નંબર પણ પોસ્ટ કર્યો હતો. મહિલાને જયારે આ વાતની ખબર પડી ત્યારે પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

પહેલા પોતે ફોટો પોસ્ટ કરતો પછી અલગ અલગ આઈડી બનાવી તેના પર કમેન્ટ કરતો

મળતી જાણકારી અનુસાર પતિએ જયારે પહેલીવાર મહિલાને તેના વિશે જણાવ્યું ત્યારે તેને પોતાના પરિવારને આ વાત જણાવી. મહિલાના પિયરપક્ષે પતિને ખુબ સમજાવ્યો પરંતુ તે માન્યો જ નહીં. તેને પોતાની પત્નીની અશ્લીલ ફોટો પોસ્ટ કરવાનું બંધ નહીં કર્યું. એટલું જ નહીં પરંતુ તે અલગ અલગ આઈડી બનાવી ફોટો પર કમેન્ટ કરવા લાગ્યો. આખરે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારપછી પોલીસે નોટિસ મોકલીને પતિને પોલીસ ચોકી બોલાવ્યો.

પોર્ન સાઈટથી ફોટો લઈને તેના પર પોતાની પત્નીનો ચહેરો ચોટાડતો

પતિની હરકતોથી પરેશાન થઈને મહિલા જયારે ઘરે ચાલી ગઈ ત્યારે તેને આ વાત અંગે પણ ફેસબુકમાં કમેન્ટ કર્યું. આ વાત ધીરે ધીરે પાડોસીઓને પણ ખબર પડી તેમને પણ ખુબ જ સમજાવ્યો. પરંતુ પતિ માન્યો જ નહીં એટલું જ નહીં પરંતુ તેને પોતાની પત્નીના અશ્લીલ ફોટો નાખવાનું ચાલુ કર્યું. તે પોર્નસાઇટથી ફોટો લઈને તેના પર પોતાની પત્નીનો ફોટો લગાવવા લાગ્યો. જયારે પત્નીએ પોસ્ટ હટાવવામાં માટે કહ્યું ત્યારે તે મારપીટ કરવા લાગ્યો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code