રૂ.15,000માં એક બાળકનો ખર્ચ ઉઠાવી શકાય? પતિદેવોની બહાનાબાજી કેમ ચાલેઃકોર્ટ

અટલ સમાચાર, ડેસ્ક સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, અલગ રહેતી પત્નિઓ ભરણપોષણની માંગણી કરે તો પતિ કહેવા લાગે છે કે તે આર્થિક તંગીમાં જીવે છે અથવા તો કંગાળ થઈ ગયો છે. સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી એક પ્રતિષ્ઠીત હોસ્પીટલમાં કામ કરતા હૈદરાબાદના એક ડોકટરને આપતા કહ્યુ હતુ કે, તેઓ એટલા માટે નોકરી છોડી ન દે કે તેમની
 
રૂ.15,000માં એક બાળકનો ખર્ચ ઉઠાવી શકાય? પતિદેવોની બહાનાબાજી કેમ ચાલેઃકોર્ટ

અટલ સમાચાર, ડેસ્ક

સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, અલગ રહેતી પત્નિઓ ભરણપોષણની માંગણી કરે તો પતિ કહેવા લાગે છે કે તે આર્થિક તંગીમાં જીવે છે અથવા તો કંગાળ થઈ ગયો છે. સુપ્રિમ કોર્ટે આ ટીપ્પણી એક પ્રતિષ્ઠીત હોસ્પીટલમાં કામ કરતા હૈદરાબાદના એક ડોકટરને આપતા કહ્યુ હતુ કે, તેઓ એટલા માટે નોકરી છોડી ન દે કે તેમની પત્નિ ભરણપોષણ માંગી રહી છે.

ન્યાયમૂર્તિ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે આંધ્ર હાઈકોર્ટ તરફથી પસાર થયેલ આદેશમાં દખલ દેવાનો ઈન્કાર કર્યો જેમાં ડોકટરને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે અલગ રહેતી પોતાની પત્નિને ભરણપોષણ તરીકે વચગાળાની રકમ તરીકે મહિને રુ.15,000 આપે. ખંડપીઠે જણાવ્યું કે આજના સમયમાં શું કોઈ બાળકનું પાલન માત્ર 15,000માં કરવુ સંભવ છે? આજના દિવસોમાં પત્નિઓ ગુજારા ભથ્થુ માંગે તો પતિ કહેવા લાગે છે કે તે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે અથવા તો કંગાળ થઈ ગયો છે. તમે એટલા માટે નોકરી છોડી ન દો કે પત્નિ ભરણપોષણ માગે છે.

પતિના વકીલે કહ્યુ હતુ કે, વચગાળાની સહાયની રકમ વધુ છે અને સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દેવો જોઈએ. આ બાબતે પીઠે કહ્યુ હતુ કે, પતિ એક પ્રતિષ્ઠીત હોસ્પીટલમાં ડોકટર છે અને આમ પણ આ વચગાળાનો આદેશ છે જેમા દખલની જરૂર નથી.

નોંધનીય છે કે ગયા વર્ષે ૨૯ ઓગષ્ટે હૈદરાબાદમાં આંધ્ર હાઈકોર્ટે ફેમીલી કોર્ટના 15000 રુપિયાના માસિક ગુજારા ભથ્થા આપવાના આદેશને ફગાવી દેવાનો ઈન્કાર કર્યો હતો. દંપતિએ 16 ઓગષ્ટ 2013માં લગ્ન કર્યા હતા અને તેને એક સંતાન છે. છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન ગુજારા ભથ્થાની અરજી પણ પત્નિએ પોતાના અને બાળકોના ભરણપોષણ માટે 1.10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પત્નિનો દાવો છે પતિનો માસિક પગાર 80 હજાર છે અને 2 લાખની ભાડાની આવક થાય છે. એટલુ જ નહિ જમીનમાં વાવેતર પાકથી પણ આવક થાય છે.