કેનેડા વસવાટ કરવા માંગતા ગુજરાતીઓ માટે દરવાજા ખુલ્લા

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા ઘણા સમયથી અમેરિકાના ટ્રમ્પની મુશ્કેલ વિઝા નીતિને લઈ ગુજરાતીઓ કેનેડા તરફ ફંટાઈ ગયા છે. ગુજરાતી પ્રજા પ્રગતિની તક પારખવામાં હોશિયાર ગણાય છે. કેનેડામાં ભણવાનો અને વસવાનો મોહ ગુજરાતી વિદ્યાર્થીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. એક તરફ યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં રાજમાં વિઝાની પ્રક્રિયા દરેક જણા માટે મુશ્કેલ બની રહી છે તો બીજી
 
કેનેડા વસવાટ કરવા માંગતા ગુજરાતીઓ માટે દરવાજા ખુલ્લા

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા ઘણા સમયથી અમેરિકાના ટ્રમ્પની મુશ્કેલ વિઝા નીતિને લઈ ગુજરાતીઓ કેનેડા તરફ ફંટાઈ ગયા છે. ગુજરાતી પ્રજા પ્રગતિની તક પારખવામાં હોશિયાર ગણાય છે. કેનેડામાં ભણવાનો અને વસવાનો મોહ ગુજરાતી વિદ્યાર્થીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. એક તરફ યુએસએના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં રાજમાં વિઝાની પ્રક્રિયા દરેક જણા માટે મુશ્કેલ બની રહી છે તો બીજી તરફ કેનેડાએ 2016માં જ તેની ઇમિગ્રેશન નીતિ હળવી બનાવી પ્રગતિશીલ માનવબળ વધારવાની દિશામાં નક્કર પગલાં ભરવાની શરૂઆત કરી હતી. જેનાં બહેતર પરિણામો હવે જોવા મળી રહ્યાં છે. તાજા અહેવાલ અનુસાર આ વર્ષે કેનેડાની સિટીઝનશિપ મેળવનારા ભારતીયોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે. બીજી રીતે જોઈએ તો 2017માં 9000થી વધુ ભારતીયોને કેનેડાનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે 2018 સુધીમાં 15,000થી વધુ ભારતીયોને કેનેડાનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે. આ આંકડો ગત વર્ષની સરખામણીમાં ડબલ થઈ ગયો છે.

નોંધનીય છે કે 2015 સુધીમાં 28,000 ભારતીયોઓએ કેનેડાની સિટીઝનશિપ મેળવવાનું પસંદ કર્યું હતું. 2018માં ફરી એક વાર કેનેડાની સિટીઝનશિપ મેળવનારા ભારતીયોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે.  જ્યારે અમેરિકામાં વસવાટ કરવા માટેના કાયદા અમેરીકન સીટીજન બનવા માટે કઠીન સાબીત થઈ રહ્યા છે. અગાઉ કેનેડામાં સિટીઝનશિપ મેળવવા માટે છ વર્ષમાંથી ચાર વર્ષ કેનેડામાં વસવાટ કર્યો હોવો જરૂરી હતો, પરંતુ નવા સરળ નિયમો અનુસાર હવે કેનેડામાં પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ જ વસવાટ કર્યો હોવાનું જરૂરી છે.

કેનેડાની સિટીઝનશિપ મેળવવાના ઘણા લાભ છે. કેનેડાની સિટીઝનશિપ મેળવનારાને મહત્ત્વનો ફાયદો એ થાય છે કે તે સરકારી ક્ષેત્રમાં કામ કરવા માટે લાયક ગણાય છે અને તેને મત આપવાનો પણ અધિકાર મળે છે. જોકે ગુજરાતીઓને રસ પડે તેવી બાબત એ છે કે કેનેડાના નાગરિક તરીકે કેનેડાનો પાસપોર્ટ મળે તો તેમના માટે અમેરિકામાં જવા-આવવાનું સરળ રહે છે.

કાયમી વસવાટ એટલે કે પીઆર માટે અરજી કરીને કેનેડામાં પ્રવેશનારા ભારતીયોની સંખ્યામાં પણ 18 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વધારો 30 ટકાથી વધુ છે. કેનેડામાં કાયમી વસવાટ કરવા માટે અરજી કરી ત્યાં સ્થાયી થનારામાં ભારતીયો ટોપ પર છે. કેનેડામાં વસવાટ કરવા માટે હજી પણ તક છે.