૧૯૯૨માં ઉદ્ઘાટન કરેલ અરવલ્લીના હીરાપુરની કેનાલ આજે પણ સુકીભઠ્ઠ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નિષ્ફળ ગયા બાદ ગુજરાતના મોટાભાગના ગામડાઓના ખેડુતોએ વાવેતર નથી કર્યુ. પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા કે જયાં આસપાસના ગામના ખેડુતો માટે કેનાલનું ઉદ્ઘાટન જે તે મંત્રીના હસ્તે ૧૯૯ર માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ આજદિન સુધી એ કેનાલમાં પાણી છોડવામાં નહી આવ્યું હોવાની બુમો ગ્રામજનો પાડી રહયા છે. અરવલ્લી જિલ્લાના
 
૧૯૯૨માં ઉદ્ઘાટન કરેલ અરવલ્લીના હીરાપુરની કેનાલ આજે પણ સુકીભઠ્ઠ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નિષ્ફળ ગયા બાદ ગુજરાતના મોટાભાગના ગામડાઓના ખેડુતોએ વાવેતર નથી કર્યુ. પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા કે જયાં આસપાસના ગામના ખેડુતો માટે કેનાલનું ઉદ્ઘાટન જે તે મંત્રીના હસ્તે ૧૯૯ર માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ આજદિન સુધી એ કેનાલમાં પાણી છોડવામાં નહી આવ્યું હોવાની બુમો ગ્રામજનો પાડી રહયા છે.

અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી ધનસુરા તાલુકાના હીરાપુર નજીકની કેનાલ છેલ્લાં 28 વર્ષથી પાણીની વાટ જોઇ રહી છે. આ કેનાલનો ઉપયોગ થયા વિનાજ જર્જરિત હાલત થઇ ગઈ છે. ઠેર ઠેર આ કેનાલમાં ગાબડા પડી ગયા છે. ૧૫થી વધુ ગામો માટે જીવાદોરી સમાન આ કેનાલની વાત કરીએ તો તેમાં કરાયેલા કામમાં જ્યાં નજર પડે ત્યાં સુધી જ આરસીસી કામ કરાયું છે. જ્યારે ૨૦૦ મીટર અંતરિયાળ વિસ્તારમાં કેનાલનું કામ નહિ કરી મોટું કૌભાંડ આચર્યું હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. કેનાલની આસપાસના ૧૫૦૦ કરતા વધારે ખેડૂતો ઘ્વારા સરકાર અને સિંચાઈ વિભાગમાં આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે.પરંતુ તંત્ર તરફથી કોઇ સકારાત્મક પગલા ન લેવાતા હવે આવનાર લોકસભા ચુંટણીનો બહિષ્કાર પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.