આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર પસંદ કરવા ભાજપને મૂંઝવણ કરતા ગૂંચવણ વધુ છે. જીતી શકે તેવા અથવા જીતાડવાની બાંહેધરી આપવા મુદ્દે ઉમેદવાર જાહેર કરવાનું કોકડું ઉકેલાતુ નથી. નીતિન પટેલ ઉમેદવાર થશે કે અન્ય તેને લઇ માથાપચ્ચી છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, નીતિન પટેલને ચૂંટણી લડવી ન હોય તો જીતની ખાત્રી આપવી પડે તેવી ચર્ચા છે.

ભાજપ પાર્ટી સાથે હવે પ્રોફેશનલ થઈ રહી હોવાનું ચિત્ર બની રહ્યું છે. મહેસાણા લોકસભા માટે ભાજપને ભલે ઉમેદવારનો તોટો નથી પરંતુ કોઈપણ સંજોગોમાં બેઠક જીતવાની વાતનો પ્રશ્ન છે. આથી નીતિન પટેલ અથવા તેમના જેવા વજનવાળા ઉમેદવાર પસંદ કરવા દોડધામ ચાલુ છે. જેને લઇ ભાજપ દ્વારા વિલંબ થઇ રહ્યો છે.

આ તમામ ગતિવિધિ વચ્ચે એક નવી વાત ઉપર ચર્ચા થઈ રહી છે. નીતિન પટેલને ઉમેદવાર બનાવવા ઘણા મથી રહ્યા છે, પરંતુ પટેલને ગુજરાત છોડવું નથી. આથી જો ઉમેદવાર થવું ન હોય તો દમદાર ઉમેદવાર શોધી આપી જીતાડવાની પણ ખાતરી આપોની કડક વાત થઇ છે. આવા સંજોગોમાં જો નીતિન પટેલ ઉમેદવાર જાહેર ન થાય તો જેને ટિકિટ મળે તેને કોઈપણ સંજોગોમાં જીતાડવાની જવાબદારી લેવી પડશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code