આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યાંરથી મતદારોની નજર કોંગ્રેસ તરફ છે. કોંગ્રેસને ઉમેદવાર જાહેર કરવા ઉતાવળ છે પરંતુ બે સમાજના દાવેદારો વચ્ચે નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણ બેસાડવું કોંગ્રેસને લોઢાના ચણા ચાવવા જેવું બન્યું છે.

ઉત્તર ગુજરાતની ચાર લોકસભા બેઠકોમાં કોંગ્રેસનું ગણિત પહેલાથી નક્કી હતું. જેમાં બે ટિકિટ ઓબીસી વર્ગને અને જનરલ વર્ગને બે ટિકિટ આપવાની ગણતરી રખાઇ હતી. જેમાં મહેસાણામાં પાટીદાર, પાટણમાં ઠાકોર અને બનાસકાંઠામાં ઓબીસી પૈકી ચૌધરી, ગઢવી, દેસાઈ જ્યારે સાબરકાંઠા-અરવલ્લીમાં ઉમેદવારની પસંદગી કરવા ઉપર મંથન હતું.

જેમાં સાબરકાંઠા-અરવલ્લીના ઉમેદવાર મુદ્દે ક્ષત્રિય અને ઠાકોર સમાજના દિગ્ગજોની દાવેદારીમાં નિર્ણય થઈ શકતો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ બેઠક ઠાકોર સમાજને આપી હોવાથી સાબરકાંઠામાં ક્ષત્રિય દાવેદારો દોડધામમાં લાગ્યા છે. જોકે અલ્પેશ ઠાકોર અને સેનાના દાવેદારો પણ ટિકિટ માંગતા હોવાથી કોંગ્રેસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.

29 Sep 2020, 7:17 AM (GMT)

COVID-19 Global Stats

33,557,938 Total Cases
1,006,468 Death Cases
24,882,082 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code