કાંકરેજ: આંગણવાડામાં વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજના સમૂહલગ્ન યોજાયા
અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 24 દિકરા-દિકરીબાઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. આ સમૂહલગ્ન પ્રસંગે સાધુ-સંતો અને માજી ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, જીલ્લા મહામંત્રી ભારતસિંહ ભાટેસરિયા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા દિયોદર, પૂર્વ જી.પં.પ્રમુખ સુખદેવસિંહ સોઠા, બહાદુરસિંહ વાઘેલા (ભડથ), પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા, ભરતસિંહ
May 14, 2019, 18:38 IST

અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 24 દિકરા-દિકરીબાઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. આ સમૂહલગ્ન પ્રસંગે સાધુ-સંતો અને માજી ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, જીલ્લા મહામંત્રી ભારતસિંહ ભાટેસરિયા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા દિયોદર, પૂર્વ જી.પં.પ્રમુખ સુખદેવસિંહ સોઠા, બહાદુરસિંહ વાઘેલા (ભડથ), પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા, ભરતસિંહ વાઘેલા (ભલગામ) કાંકરેજ રાજપૂત યુવા પ્રમુખ, તેજાજી પરમાર (ખીમાંણા) તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ હાજરી આપીને નવયુગલ દંપતીઓ ને આશીર્વાદ સાથે શૂભેચ્છા પાઠવી હતી.