આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

હારીજ નજીકની કુરેજા નર્મદા કેનાલમાં પડેલી ગાડી અને તેનો ચાલક ભારે જહેમતને અતે મળી આવ્યો છે. પોલીસ અને પાટણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા 28 કલાકને અંતે રાવિંદ્રાના યુવકને મૃત હાલતમાં શોધી લેવાયો હતો. જીલ્લા તંત્રને ગાડી શોધવા પરસેવો છુટી ગયો હતો.

પાટણ હાઈવે પર કુરેજા ગામ નજીક  પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યાના સુમારે એક કાર ગોળીની પટકાઈ ગઈ હતી. ધડાકાના અવાજ આસપાસના ખેડૂતોએ સાંભળતા કેનાલ પાસે દોડી આવ્યા હતા. કેનાલમાં કાર ખાબકી હોવાની જાણ થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. હારીજ મામલતદાર અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે ટીમ દોડી આવી હતી. આસપાસના તરવૈયાઓ કેનાલમાં રસી બાંધી શોધખોળ હાથ ધરી હતી. મંગળવારે પાટણ અને છેક અમદાવાદથી ટીમ બોલાવી હતી. આ સાથે સ્થાનીક તરવૈયાઓ સહીત જીલ્લા ડિઝાસ્ટર તંત્ર કામે લાગ્યા બાદ બુધવારે સફળતા મળી હતી. હારીજ પોલીસે જણાવ્યુ હતુ કે બુધવારે બપોરે રાવિંદ્રાના ભગવાનજી લીલાજી ઠાકોર(ઉં.33) ની લાશ મળી આવી છે.

વિમાની જેમ ઉડીને કાર કેનાલમાં પડીઃ નજરે જોનાર

સમગ્ર ઘટનાને નજરે જોનાર સ્થાનીક મહિલાએ જણાવ્યું હતુ કે. અમે કેનાલના કિનારે કપડા ધોતા હતા તે દરમિયાન પાટણ બાજુના રોડ પરથી એક કાર વિમાનની જેમ ઉડી સીધી કેનાલમાં ઘુસી ગઈ હતી. તેનો જોરદાર ધડાકો થયો હતો. અમારા ગામના લોકોએ કાર પડવાનો અવાજ સંભાળી કેનાલ નજીક દોડી આવ્યા હતા.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code