કાળજી@ભિલોડાઃ મૃતકના બેસણામાં આવેલા લોકોને છોડ આપ્યા, 5000 રોપા ઉછેરશે

અટલ સમાચાર, ડેસ્ક અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પર્યાવરણના જતન માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તાલુકાના મલાસા ગામના લાલસિંહજી ચૌહાણના 82 વર્ષિય માતા ઠાકુરાની પ્રેમકુંવરબા ચૌહાણના નિધન બાદ તેમના બેસણામાં આવનાર લોકોને પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત દેશ બને તે માટે 5000 લીમડાના છોડ આપવામાં આવ્યા હતા. ભિલોડા તાલુકાના મલાસાના કુ.સા લાલસિંહજી ચૌહાણના માતા
 
કાળજી@ભિલોડાઃ મૃતકના બેસણામાં આવેલા લોકોને છોડ આપ્યા, 5000 રોપા ઉછેરશે

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પર્યાવરણના જતન માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તાલુકાના મલાસા ગામના લાલસિંહજી ચૌહાણના 82 વર્ષિય માતા ઠાકુરાની પ્રેમકુંવરબા ચૌહાણના નિધન બાદ તેમના બેસણામાં આવનાર લોકોને પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત દેશ બને તે માટે 5000 લીમડાના છોડ આપવામાં આવ્યા હતા.

કાળજી@ભિલોડાઃ મૃતકના બેસણામાં આવેલા લોકોને છોડ આપ્યા, 5000 રોપા ઉછેરશે
file photo

ભિલોડા તાલુકાના મલાસાના કુ.સા લાલસિંહજી ચૌહાણના માતા ઠકુરાની પ્રેમકુંવરબા ચૌહાણ (ઉ.વ.82)ના નિધન બાદ 20મીના રોજ પાલખી યાત્રા કાઢી અગ્નિસંસ્કાર અપાયા હતા. ત્યારબાદ આજે બેસણામાં આવનાર લોકોને પર્યાવરણ જાળવણી માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે બેસણામાં આવેલા તમામ લોકોને લીમડાના છોડ આપવામાં આવ્યા હતા. તમામ છોડ પ્રદૂષણ રહિત કાગળની થેલીમાં 5000 લીમડાના છોડ આપી નવતર પ્રયોગ હાથ ધરી સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.

કાળજી@ભિલોડાઃ મૃતકના બેસણામાં આવેલા લોકોને છોડ આપ્યા, 5000 રોપા ઉછેરશે

માજી .ઠકુરાનીના દેહને સાચી શ્રદ્ધાંજલિ મળે અને તેમનો આત્મા સાચા માર્ગે જાય તેવા હેતુસર માજી.ઠકુરાની પ્રેમકુંવરબાના પુત્રો કુ.સા.લાલસિંહજી, ઠા.સા.ઘનશ્યામસિંહ, કુ.સા.વિજયસિંહ, કુ.સા.સુરેન્દ્રસિંહ, કુ.સા.દિલીપસિંહ સહિત પૌત્ર વિરભદ્રસિંહ, જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિષ્ણુ કુંવરબા ચૌહાણ સહિતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. બેસણામાં સમસ્ત રાજપૂત સમાજ, અગ્રણીઓ, રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.