કાળજી@દિયોદર: સંક્રમણ ઝોનમાં માસ્ક વિના દેખાયા આરોગ્ય કર્મચારી, ચિંતા ધ્વસ્ત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) દિયોદરમાં આજે કોરોના વાયરસના નવા બે કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રની ચોંકાવનારી બાબત સામે આવી છે. કોરોના પોઝિટીવ બે સગાભાઇઓના ગામમાં પહોંચેલા આરોગ્ય કર્મચારીઓ માસ્ક વગર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે માસ્ક પહેરવુ ફરજીયાત છતાં સંક્રમણ ઝોનમાં પણ બેફીકર બન્યા હોય તેમ જણાઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં
 
કાળજી@દિયોદર: સંક્રમણ ઝોનમાં માસ્ક વિના દેખાયા આરોગ્ય કર્મચારી, ચિંતા ધ્વસ્ત

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

દિયોદરમાં આજે કોરોના વાયરસના નવા બે કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રની ચોંકાવનારી બાબત સામે આવી છે. કોરોના પોઝિટીવ બે સગાભાઇઓના ગામમાં પહોંચેલા આરોગ્ય કર્મચારીઓ માસ્ક વગર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે માસ્ક પહેરવુ ફરજીયાત છતાં સંક્રમણ ઝોનમાં પણ બેફીકર બન્યા હોય તેમ જણાઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની ભૂમિકાને લઇ કોવિડ ગાઇડલાઇન અને તબિયતની ચિંતા ધ્વસ્ત બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના લુંદ્રા ગામે આજે બે સગાભાઇઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ સ્થાનિક આરોગ્યની ટીમ સહિતના કર્મચારીઓ કોવિડ જોગવાઇઓના અમલ મામલે દોડધામમાં લાગ્યા છે. આ દરમ્યાન કોરોના સંક્રમણ ઝોનની મુલાકાતે ગયેલ મહિલા આરોગ્ય કર્મચારી સહિતના માસ્ક વગર જોવા મળતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. સતત માસ્ક સાથે રહેતાં કર્મચારી પોઝિટીવ વિસ્તાર નજીક પણ ચિંતા વગર ખુલ્લાં મોઢે જોવા મળતાં સંક્રમણને મોટો અવકાશ મળ્યો હતો.

કાળજી@દિયોદર: સંક્રમણ ઝોનમાં માસ્ક વિના દેખાયા આરોગ્ય કર્મચારી, ચિંતા ધ્વસ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે લુંદ્રા ગામના શૈલેષભાઇ ભગવાનભાઈ પટેલ અને ભલેશભાઈ ભગવાનભાઈ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ તેમના ઘરને સેનેટાઇઝ કરવા સહિતની કામગીરી આરોગ્ય તંત્ર દ્રારા કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોગ્ય કર્મચારીઓ જાણે ખુદ કોરોના વાયરસથી અજાણ હોય તેમ માસ્ક વગર જોવા મળ્યા હતા.