આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ચોમાસા દરમ્યાન ઉત્તર ગુજરાતના શહેરોમાં જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોર ઠેર-ઠેર જોવા મળે છે. પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા અને તેનુ દૈનિક પાલન કરવામાં ઉત્તર ગુજરાતની પાલિકાઓ નિષ્ફળ હોવાના સવાલો બન્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં સવારે આખલાએ સ્થાનિક રહીશને અડફેટે લેતા દવાખાને દાખલ થવુ પડ્યું છે. માર્ગ પર આખલાએ શિંગડે ચડાવતા આજુબાજુના લોકોએ રહીશને બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઉત્તર ગુજરાતના મહેસાણા, હારીજ, પાટણ, ડીસા, પાલનપુર અને ખેડબ્રહ્મા સહિતના શહેરોમાં ચોમાસા દરમ્યાન જાહેર માર્ગો પર રખડતા ઢોર જોવા મળે છે. પાલિકાઓ દ્વારા ચોમાસા દરમ્યાન જાણે ઢોર-ડબ્બાની કામગીરી બંધ કરવામાં આવતી હોય તેવી આશંકા બની છે. મોટાભાગના શહેરોમાં જાહેર મુખ્યમાર્ગો પર રખડતા ઢોર હોવાથી વાહનચાલકો અકસ્માતની ભિતિ વચ્ચે પરીવહન કરી રહ્યા છે.

ખેડબ્રહ્મા શહેરમાં શુક્રવારે વાસણા રોડ પરની ગાયત્રી સોસાયટીના રહીશને દવાખાને દાખલ થવુ પડ્યું હતુ. સવાર-સવારમાં આખલાએ મનીષ બારોટ નામના વ્યકિતને શિંગડે ચડાવી ઘાયલ કરી દીધો હતો. આખલાની ત્રાસદી જોઇ આજુબાજુના રહીશ દોડી આવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ પછી લોકોએ એકઠા થઇ ભારે જહેમતને અંતે સોસાયટીમાંથી આખલાને દૂર કર્યો હતો.

drda inside meter add

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતની પાલિકાઓ છેલ્લા કેટલાય સમયથી નાણાંભીડ, મહેકમનો અભાવ, મૂળભૂત વ્યવસ્થાઓ ઉભી કરવા સહિતની બાબતે સંઘર્ષ કરી રહી છે. જેનાથી માર્ગ ઉપર રખડતા ઢોર સહિતની અનેક સમસ્યાઓ ઝડપથી નિવારવામાં નિષ્ફળ જઇ રહી છે. જેનાથી વેરો ભરતા શહેરીજનો પાલિકાની બેદરકારીને પગલે અસંતોષ અનુભવી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code