આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

બ્રિટનમાં રહેનારી 25 વર્ષીય એક યુવતીની નજર જ્યારે ઘરની નજીક રસ્તા ઉપર ફરનારા નબળા કૂતરા ઉપર પડી તો તે તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. પરંતુ યુવતીને શું કભર કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે. કિએરા થોડા દિવસ પહેલા જ કૂતરાને રસ્તા ઉપરથી ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. કૂતરાએ યુવતીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. ધ સનમાં આવેલા સમાચાર પ્રમાણે કિએરાની રિલેટિવે ઘટનાની આખી માહિતી પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે કિએરાની પાસે પહેલા એક પિટ બુલ હતો. પરંતુ તેનું કેન્સરના કારણે મોત થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કિએરા પોતાના પિટબુલને ખૂબ જ મિશ કરતી હતી. જેના કારણે જ્યારે તેની નજર રસ્તા ઉપર લાવારિસ ફરી રહેલા પિટબૂલ ઉપર પડી તો તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. આ દરમિયાન કિએરાને અંદાજ પણ ન હતો કે તે પોતાના મોતને ઘરે લઈ જઈ રહી છે. ઘટનાની આગલી રાત્રે કિએરાના પડોશીઓને બૂમો સંભળાઈ હતી. તેના ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા. કિએરા ઘરમાં એકલી હતી. જ્યારે બૂમો સંભળાઈ તો લોકોને લાગ્યું કે ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો છે. પરંતુ ઘરમાં ગયા બાદ દર્દનાક નજારો જોયો હતો.

જે કૂતરાને બચાવીને કિએરા પોતાના ઘરમાં લાવી હતી. તેણે જ કિએરાને જીવતી ચાવી ગયો હતો. આવાર પિટબુલે કિએરાના હાથ ચાવાીને ચહેરા ઉપર હુમલો કર્યો હતો. કિએરા જ્યારે ઉંઘમાં હતી ત્યારે કૂતરાએ હુમલો કર્યો હતો. કિએરાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેને બચાવી ન શકાઈ. આ ઘટનાથી આસપાસના બધા લોકો હેરાન થઈ ગયા હતા. કિએરા પોતાના પડોશીઓ વચ્ચે હસમુખા નેચરના કારણે ફેમસ હતી. કોઈને વિશ્વાસ જ ન હતો કે ભલાઈના ચક્કરમાં તેનું મોત થઈ ગયું હતું

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code