આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે AMC સોલિડ વેસ્ટ વિભાગનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકીના અનુસાર, AMC દ્વારા ટુંક સમયમાં જ ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ માટે SOP બનાવવામાં આવી છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઇ પણ નિયમોનો ભંગ થતો જોવા મળશે તો તુરંત જ દુકાન સીલ કરવામાં આવશે. ચાની કિટલી બંધ કરાવવામાં આવશે.

જાહેરાત

AMC દ્વારા Covid-19 રોકવા જોગવાઇઓ અંતર્ગત દુકાનોવાળી ટી સ્ટોલ અને ચાની કિટલીઓ-લારીઓ પર રાખવાની થતી તકેદારીઓની SOP જાહેર કરવામાં આવી છે.

 • ગ્રાહકો માટે સેનેટાઈઝર અથવા હેન્ડવોશ ડીસ્પેન્સર ફરજીયાત રાખવાનાં રહેશે.
 • ટી- સ્ટોલ પર ઉભા રહેલ ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું (બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર) ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. આ માટે જરૂરી સર્કલો પ્રોપર માર્કિંગ કરાવવા અને નોટીસો મુકવી.
 • ગ્રાહકોએ માસ્ક ફરજીયાત પહેરેલ હોય તો જ પ્રવેશ આપવો.
 • ચા- કોફીની કીટલીઓ, લારીઓ પર ગ્રાહકોને ટોળે વળી ઉભા રહેવા દેવા નહીં, ચા- કોફી પીતી વખતે વાતચીત કરવા દેવી નહીં.
 • ગ્રાહકો માટે પીવાના પાણીની કોઠીઓ કે પરબ રાખવી નહીં. પેકેઝ્ડ ડ્રીકિંગ વોટર રાખી શકાશે.
 • ગ્રાહકને પાણીની પીચકારીઓ રસ્તા પર કે જાહેરમાં મારવા ન દેવી તેમજ દુકાનદારે કોઇપણ પ્રકારે રસ્તા પર પાણી ઢોળી ગંદકી કરવી નહીં.
 • ગ્રાહકોને ચા- કોફી પીરસવા માટે કપ સ્ટીલ, કાચ કે પ્લાસ્ટીકના ન રાખવા તેની જગ્યાએ બાયોડીગ્રેડેબલ ડીસ્પોઝલ થઈ શકે તેવા કાગળનાં કપનો ઉપયોગ કરવો.
 • ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલ કપને ડસ્ટબીનમાં યોગ્ય રીતે એકત્ર કરવા અને જાહેરમાં ગમે ત્યાં ન નાંખતા ડોર ટૂ ડોરનાં કોમર્શિયલ વાહનમાં જ નિકાલ કરવો.
 • ગ્રાહકોને ચા- કોફી બનાવવા માટેનાં વાસણો, ગરણી, ટ્રે વગેરેને દરેક ઉપયોગ બાદ સાબુ- ડીટર્જન્ટથી યોગ્ય રીતે વોશ કરવા.
 • રોકડ વ્યવહાર એક-બીજાનો સ્પર્શ ન થાય તે રીતે કરવો અને નાણાંકીય આપ-લે બની શકે તો ક્યુ.આર.કોડ, ઓનલાઇન- ડિજિટલ પેમેન્ટથી કરાવવી.
 • ટી-સ્ટોલ પર કામ કરતા વ્યક્તિઓનો દર અઠવાડીયે રેપીડ ટેસ્ટ કરાવવો, બીમાર કે નાદુરસ્ત તબીયતવાળા વ્યક્તિને કામ પર બોલાવવા નહીં.
 • માસ્ક વગર આવતા ગ્રાહકો માટે માસ્કની સુવિધા ઉપલબ્ધ કરવી- માસ્ક વેન્ડીંગ મશીનો ગોઠવવા.
  ગ્રહકો/ મુલાકાતીઓને બેસવા માટેની બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
 • પાન-મસાલા અને ગુટખા તેમજ થુંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવો.
 • સતત ઉપયોગમાં આવચા હોય તેવા દરવાજાના હેન્ડલો, રેલીંગ્સ, બેન્ચીસ, બાથરૂમને વારંવાર સેનેટાઈઝ કરવા.

ચા- કોફીની સાથે સ્નેક્સ પિરસવામાં આવતું હોય તે જગ્યાઓમાં

 • કુલ સિટીંગ કેપેસિટીના 50 ટકાથી વધારેનો ઉપયોગ કરવો નહીં.
 • ગ્રાહકોને બેસવા માટેની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાનલ થયા તે મુજબ ગોઠવવી.
 • ડીસ્પોઝેબલ મેનુંનો ઉપયોગ કરવો.
 • કપડાના નેપકીનની જગ્યાએ ડીસ્પોઝલ નેપકીનનો ઉપયોગ કરવો.
 • વેઈટરો- કર્મચારીઓએ ગ્રાહકોને ચા- કોફી સાથેના સ્નેક્સ માસ્ક, ગ્લોવ્ઝ, જેવા સુરક્ષાનાં સાધનો પહેરીને જ પીરસવાનું રહેશે.
 • ગ્રાહકોને બેસવા માટેના ટેબલો દરેક વખતે સેનેટાઇઝ કરવાના રહેશે.
 • ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલ માસ્ક, ગ્લોવ્ઝના ડીસ્પોઝલ માટે જરૂરી સંખ્યામાં ડસ્ટબીન રાખવા.
 • Covid-19 રોકવા અંગે માર્ગદર્શન આપતા ઓડીયો- વિઝ્યુઅલ, હોર્ડિંગ્સ, પોસ્ટરો લગાવવા.
 • પાકા દુકાનોવાળા ટી- સ્ટોલમાં એસીનું તાપમાન 24-30 સેલ્સીયસ વચ્ચે રાખવાનું રહેશે. બની શકે તો શુદ્ધ હવાનું અવર-જવર થઇ શકે તે મુંજબનાં ક્રોસ વેન્ટીલેશન રાખવા.
 • ટી- સ્ટોલનાં બહારનાં ભાગે પણ વધારે ગ્રાહકો વાહનો પર ભેગા ન થયા તે સુનિશ્ચિત કરવું.
28 Oct 2020, 7:58 AM (GMT)

COVID-19 Global Stats

44,280,747 Total Cases
1,172,032 Death Cases
32,466,220 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code