સાવધાનઃ માસ્કના બહારના પડને અડકશો નહીં, એક અઠવાડિયું જીવે છે કોરોના

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાવાયરસ અથવા તો COVID-19ના જીવાણું એક અઠવાડિયા સુધી ચહેરાના માસ્ક પર ચેપી રહી શકે છે, સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક સપાટી પર પણ આ જીવાણું દિવસો સુધી રહે છે, ચીનના વૈજ્ઞાનિકોએ એક અધ્યયન મુજબ માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે ન આવે તો માસ્કથી જ કોરોના ફેલાઈ શકે છે. જો કે, ઘરના જીવાણુનાશકો,
 
સાવધાનઃ માસ્કના બહારના પડને અડકશો નહીં, એક અઠવાડિયું જીવે છે કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાવાયરસ અથવા તો COVID-19ના જીવાણું એક અઠવાડિયા સુધી ચહેરાના માસ્ક પર ચેપી રહી શકે છે, સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક સપાટી પર પણ આ જીવાણું દિવસો સુધી રહે છે, ચીનના વૈજ્ઞાનિકોએ એક અધ્યયન મુજબ માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે ન આવે તો માસ્કથી જ કોરોના ફેલાઈ શકે છે. જો કે, ઘરના જીવાણુનાશકો, બ્લીચ અથવા વારંવાર હાથ ધોવાથી સાબુ અને પાણીથી વાયરસનો નાશ થઈ શકે છે, એમ હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વૈજ્ઞાનિકોએ અભ્યાસમાંથી જાણ્યું કે કે કોવિડ -19નો વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટીને ચાર દિવસ સુધી વળગી રહે છે, અને એક અઠવાડિયા સુધી ચહેરાના માસ્કના બાહ્ય પડ પર વળગી રહી છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આ અંગે સોમવારે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

લાન્સેટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ ઉપર કોરોના ઉપરાંત સાર્સ Cov-2 વાયરસ વિશે પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વાયરસ છપાયેલા કાગળો પર અને ટીશ્યુ પેપર પર તે ત્રણ કલાકથી ઓછા સમય સુધી રહે છે જ્યારે ટ્રીટમેન્ટ કરાયેલા લાકડા અને કાપડ પર, તે બીજા દિવસ સુધી ટક્યો હતો. વાયરસ પૈસા પર, કાચ પર બીજા દિવસ સુધી ટકે છે. જ્યારે મહત્તમ કેસમાં આ વાયરસ ચાર દિવસ સુધી પણ ટકી શકે છે. સંશોધનકાર પેરિસ જણાવ્યું કે જો તમે સર્જિકલ માસ્ક પહેરો તો તેના બહારના પડને અડકવું નહીં, માસ્ક પર આના વાયરસ એક અઠવાડિયા સુધી જીવે છે.

શોધનકારોએ જણાવ્યું કે માસ્કના બહારના પડને અડશો અને પછી તમે તમારી આંખને અડકો તો વાયરસ સંક્રમિત થવાની સંભાવના પૂરેપૂરી છે. ગત મહિને અમેરિકાના સંશોધનકારોએ પણ કોરોના વાયરસના જીવન સુધી સંશોધન કર્યુ હતું, નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ માસ્ક પ્લાસ્ટીક પર અને સ્ટીલ પર કોરોનાના જીવાણું 72 કલાક સુધી જોવા મળ્યા હતા. જ્યારે કાંબા પર ચાર કલાક સુધી ટક્યા હતા. ચીનના સંશોધનકાર પુને જણાવ્યું કે આ વાયરસથી સંક્રમિત થતા બચવું હોય તો વારંવાર હાથધોવા એક માત્ર ઉપાય છે. બીજું કોઈ પણ વ્યક્તિએ હાથ ધોયા વગર મોઢાને અડકવું નહીં કે આહાર પણ લેવો નહીં.