સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને મોટો ઝટકો : CBI ચીફ આલોક વર્માને ડ્યૂટી પર હાજર કરવા આદેશ

અટલ સમાચાર,ડેસ્ક દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સીવીસીના નિર્ણયને પલટી નાખતા આલોક વર્માને રજા પર મોકલી દેવાનો નિર્ણય રદ કરી નાખ્યો છે. આ નિર્ણય સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આલોક વર્મા સીબીઆઈના ચીફ યથાવત રહેશે. જો
 
સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને મોટો ઝટકો : CBI ચીફ આલોક વર્માને ડ્યૂટી પર હાજર કરવા આદેશ

અટલ સમાચાર,ડેસ્ક

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સીવીસીના નિર્ણયને પલટી નાખતા આલોક વર્માને રજા પર મોકલી દેવાનો નિર્ણય રદ કરી નાખ્યો છે.

આ નિર્ણય સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આલોક વર્મા સીબીઆઈના ચીફ યથાવત રહેશે. જો કે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે આલોક વર્મા કોઈ પણ નીતિગત નિર્ણય લઈ શકશે નહીં. આ ઉપરાંત તપાસની જવાબદારી પણ સંભાળી શકશે નહીં. આ અગાઉ રજા પર મોકલી દેવાયેલા સીબીઆઈ ચીફ આલોકકુમાર વર્માએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની પેનલે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જો કે આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રજા પર હતાં.

જોકે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આલોક વર્માને રાહત મળી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યુ છે કે, આલોક વર્મા કોઇપણ નિતીગત નિર્ણય લઇ શકશે નહી અને તે સિવાય તે તપાસની જવાબદારી પણ સંભાળી શકશે નહી.