આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા(રામજી રાયગોર)

છેલ્લા કેટલાય સમયથી ડીસા નવા બસસ્ટેન્ડમાં એસટી વિભાગની બેદરકારી કારણે ડીસા નવા બસસ્ટેન્ડની હાલત બિસ્માર જોવા મળી રહી છે.જેમાં ખાસ કરીને નવા બસસ્ટેન્ડમાં કેટલાક લુખ્ખા તત્વો ખુલેઆમ ફરી રહ્યા હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે. આઘુનિક નવા બસસ્ટેન્ડ માં હજુ સુઘી કોઈ પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યો નથી.
તાજેતરમાં એક બાઈક માલિક દ્વારા બસસ્ટેન્ડના પાછલા ભાગમાં પાકિગ કરેલું બાઈક કોઈ અજાણયો શખ્સ ચોરી કરીને ભાગી ગયો હોવાની તપાસ કરવા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુઘી કોઈ કાયવાહી કરવામાં આવી નથી. જેના પગલે અરજદાર દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસ કરાવાયા હતા. જેમાં એક ઈસમ બાઈકની ઉઠાતરી કરીને બસ સ્ટેન્ડની બહાર જતો દેખાઈ આવેલ છે.
જોકે પ ફેબ્રુઆરીએ અરજદાર દ્વારા સીસીટીવી કેમેરાના કુટેજ સોસીયલ મિડયામાં વાયરલ કરવામાં આવ્યા હતા જેના લીધે ચકચાર મચી જવા પામી છે. અરજદાર દ્વારા અજાણ્યા શખ્સ સામે ઉત્તર પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. જેના પગલે ડીસા ઉત્તર પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરીને આ બાઈક ચોરને પકડવાના ચકો ગતિમાન કયા છે. ત્યારે વારંવાર ડીસા નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં આવી ચોરીની લૂંટની ઘટનાઓ બહાર આવતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા ડીસા નવા બસસ્ટેન્ડમાં કાયમી એક પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code