કાંકરેજના ભદ્રેવાડી શાળામાં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. તેમાં શાળાના આચાર્ય ગોપાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં નાના-મોટા સાૈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામની સૌથી વધુ ભણેલી દિકરીનું મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા શાળાના સ્ટાફ દ્વારા સન્માનિત કરી ગામની તેજસ્વી દિકરીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ
 
કાંકરેજના ભદ્રેવાડી શાળામાં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ ભદ્રેવાડી પ્રાથમિક શાળામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. તેમાં શાળાના આચાર્ય ગોપાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  કાર્યક્રમમાં નાના-મોટા સાૈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામની સૌથી વધુ ભણેલી દિકરીનું મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા શાળાના સ્ટાફ દ્વારા સન્માનિત કરી ગામની તેજસ્વી દિકરીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કાંકરેજના ભદ્રેવાડી શાળામાં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણીઆ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો ડી.ડી.જાલેરા (સામાજિક અગ્રણી), કાન્તીજી જાલેરા (સરપંચ), દિલુભા વાઘેલા, ધારશીજી જાલેરા, એસ. એમ.સીના સભ્યો તેમજ આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ આયોજન અશોકભાઈ અને દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ. ભારત માતા અને લક્ષ્મીબાઈની જાંખીથી લોકો અભીભૂત બન્યા હતા.