આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના ડાભલા ગામે રપ જાન્યુઆરીના રોજ ક્ષત્રિય યુવક સંઘ મહેસાણા ઘ્વારા વિર વિરપાનાથ શાખામાં ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક તનસિહજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વસઈ, પિલવઇ, ડાભલાના કુલ મળીને 122 ભાઇઓ અને 18 મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

vashishth akedamynew

આ જન્મ જયંતિ મહોત્સવમાં ક્ષત્રિય યુવક સંઘ મહેસાણાના પ્રમુખ વિક્રમસિંહ કમાણા, દિગવિજયસિહ અંબોડ, નિલેષસિંહ વસઈ, ધર્મેન્દ્રસિંહ પિલવાઇ, ઈન્દ્રજીતસિહ જેતલવાસણા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

જેમાં ગણેશ સ્તવન, પ્રાર્થના,સહગાન, પૂજ્ય તનસિહજી અને સંઘ તેમજ પુજ્ય તનસિહજીના જીવનની ઝાંખી અને પ્રેરક પ્રસંગની વાતો સાથે યુગદ્રષ્ટા આજેય જાણે નિરાશ અર્જુનને ક્ષત્રિય યુવક સંઘના પથરુપી શ્રીમદ્ ભગવદ્ ગીતા સમજાવવા રાજમાર્ગ પર ચાલવા શાખા શિબિરમાં આવવા તેમજ મહાનુભાવને સાચા અર્થમાં યાદ કરવાના માધ્યમે જન્મ જયંતી નિમિત્તે એમનો આદેશ માનવો તેમજ પુષ્પ અર્પણ કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code