અટલ સમાચાર, મેઘરજ
26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મેઘરજ તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલના હસ્તે ધ્વજવંદન કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાન દિનેશભાઈ દ્વારા રમત-ગમતમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નાટકો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી દેશભક્તિને ઉજાગર કરી હતી.