અટલ સમાચાર,મેઘરજ
મેઘરજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના સ્ટાફ સહિત વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. મહાત્મા ગાંધીજી છબી આગળ મૌન પાળી વિધાર્થીઓને મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ફીલ્મ કલ્બ ઘ્વારા વિધાર્થીઓને ચલચિત્ર બતાવવામાં આવ્યુ હતુ. આ ચલચિત્ર જોઇ વિધાર્થીઓ ઉત્સાહિત થયા હતા. સમગ્ર કાર્યકમ માં મેઘરજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિધાર્થીઓ સહિત કોલેજનો સ્ટાફ હાજર રહયો હતો.