ઉજવણી@મહેસાણા: પ્રજાસત્તાક પર્વને લઈ જિલ્લા પંચાયતમાં DDOના હસ્તે ધ્વજવંદન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણા જિલ્લા પંચાયત ખાતે 72માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવતાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે આજના દિવસે આપણે આપણું પોતાનું બંધારણ સ્વીકારી પ્રજાસત્તાક રાષ્ટ્ર્ બન્યા હતાં. એટલે જ આજના દિવસને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહથી પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી આપણા દેશે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિઓનાં શિખરો સર કરી આજે વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન હાંસલ કર્યુ છે.
તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે, સમગ્ર વિશ્વમાં ભારતની મહાન લોકશાહી દેશ તરીકે ગણના થાય છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ ઉપરાંત ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.