લીંભોઈ ખાતે નેસનલ ડિવોર્મીગ દિવસની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, અરવલ્લી તા. 08-ફેબ્રુઆરી-2019ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્વ યોજાયો. લીંભોઈના વિસ્તારમાં આદર્શ વિદ્યાલય, લીંભોઈ ખાતે અરવલ્લી જિલ્લા પંચાયત, આરોગ્ય સમિતીના ચેરમેન ડૉ. ચિરાગ ઉપાધ્યાયના વરદ હસ્તે નેશનલ ડિવોર્મીગ દિવસ ઉજવણી બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવી શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે હાજર પ્રાથમિક આરોગ્ય કેન્દ્વના ડૉ. રજનીકાન્ત ઝેપારકર, શાળાના આચાર્ય, દાણી સાહેબે આરોગ્ય વિષયક સંબોધન કરવામાં
 
લીંભોઈ ખાતે નેસનલ ડિવોર્મીગ દિવસની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, અરવલ્લી

તા. 08-ફેબ્રુઆરી-2019ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્વ યોજાયો. લીંભોઈના વિસ્તારમાં આદર્શ વિદ્યાલય, લીંભોઈ ખાતે અરવલ્લી જિલ્લા પંચાયત, આરોગ્ય સમિતીના ચેરમેન ડૉ. ચિરાગ ઉપાધ્યાયના વરદ હસ્તે નેશનલ ડિવોર્મીગ દિવસ ઉજવણી બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવી શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે હાજર પ્રાથમિક આરોગ્ય કેન્દ્વના ડૉ. રજનીકાન્ત ઝેપારકર, શાળાના આચાર્ય, દાણી સાહેબે આરોગ્ય વિષયક સંબોધન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ અંતર્ગત શાળાના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવેલ તથા બાકી રહી જવા પામતા બાળકોને તા. 14 ફેબ્રુઆરીના રોજ મોપઅપ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આરોગ્ય તેમજ શાળાના તમામ સ્ટફ દ્વારા હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.