આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

કોરોના વાયરસે દેશ અને દુનિયાભરમાં કહેર વર્તાયો છે. ત્યારે દેશમાં સરકાર તરફથી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનને કારણે કેટલાક લોકો રોજે મજૂરી કરીને પેટભરનાર માટે કપરા દિવસો આવ્યો છે. આ લોકડાઉનના સમયમાં ઘણા લોકએ માનવતા દાખવીને લોકોને રાશન આપવામાં મદદ કરે છે. એવી જ મદદ મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના ગામે યુવક મંડળ દ્રારા 30,000 હજારની 150 કીટોનું આયોજન કરવામાં આવેલ છે.

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામે યુવક મંડળ દ્રારા 150 કીટોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કીટોનું વિતરણ ગામના ગરીબ અને શ્રમિકોના પરિવારને આપવામાં આવ્યુ છે. ગામના યુવક મંડળ દ્રારા આવી કોઇપણ આફત આવી પડે તો ત યુવકમંડળ દ્રારા આવી સારી પ્રવૃતિનું સરાહનીય કામ કરવામાં આવે છે. આ કીટોમાં એક કીલો તેલ, એક કીલો મીઠું, એક કીલો ખાંડ, એક કીલો ચોખા, 2 કીલો ગવનો લોટ, અઢીસો હળદળ, 500 ગ્રામ તુવેર દાળ, અઢીસો મરચું આમ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની કીટો આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code