ચકચાર@અમદાવાદઃ બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીની હત્યા કરાવી

અટલ સમાચાર, ડેસ્ક પ્રેમલગ્ન કરનાર વસ્ત્રાલના યુવકને તેના સાળાના મિત્ર અને માસિયાઇ ભાઈએ ચપ્પા વડે ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ગઈ મોડી રાતે ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં પોલીસે હત્યા કરાવનાર સાળાની ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલે ચાર યુવકો સામે હત્યાની ફરિયાદ
 
ચકચાર@અમદાવાદઃ બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીની હત્યા કરાવી

 અટલ સમાચાર, ડેસ્ક

પ્રેમલગ્ન કરનાર વસ્ત્રાલના યુવકને તેના સાળાના મિત્ર અને માસિયાઇ ભાઈએ ચપ્પા વડે ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ગઈ મોડી રાતે ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં પોલીસે હત્યા કરાવનાર સાળાની ધરપકડ કરી લીધી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલે ચાર યુવકો સામે હત્યાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરી છે. ઘનશ્યામભાઈનો 27 વર્ષિય પુત્ર પ્રતીક વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એમ.એમ. કન્સલ્ટન્સીમાં નોકરી કરતો હતો. તેની જ કંપનીમાં કામ કરતી ખ્યાતિ નામની યુવતી સાથે પ્રતીકને પ્રેમ થઇ ગયો હતો. બન્ને જણાએ ખ્યાતિના પરિવાર વિરોધ વચ્ચે તા.30 મેના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્ન કરવા બંને જણા ઘરેથી ભાગી ગયાં હતાં.

ચકચાર@અમદાવાદઃ બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીની હત્યા કરાવી

ખ્યાતિના ભાઈ મિત પટેલ અને તેના પરિવારજનો આ લગ્નથી અત્યંત નારાજ હતા. અને પ્રતીકને ધમકીઓ પણ આપતા હતા. મોડી રાત્રે પ્રતીક સુમિત નામના યુવક સાથે પાનના ગલ્લા પર ગયો હતો ત્યારે પ્રતીકનો મિત્ર દીપક મરાઠીએ તેને ફોન કરીને પર્યાવરણ મંદિર પાસે બોલાવ્યો હતો. પ્રતીક પર્યાવરણ મંદિર પાસે પહોંચતાં ત્યાં સચીન અને કેતુલ પટેલ નામના યુવકો હાજર હતા. પ્રતીક કંઇ પણ વિચારે તે પહેલાં સચીન અને કેતુલે પ્રતીક પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. પ્રતીકના પગમાં અને શરીરના અલગ અલગ જગ્યાએ ચપ્પા વડે હુમલો કરીને બન્ને જણા નાસી છુટ્યા હતા.

દીપક તરત જ પાનના ગલ્લા પર પહોંચ્યો હતો અને સુમિતને ખોટી હકીકત જણાવી હતી. પ્રતિક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી તરફડ઼ીયા મારી રહ્યો હતો. સુમિત પ્રતીકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેમણે ઘનશ્યામભાઇને ફોન કરીને જાણ કરી હતી.

ચકચાર@અમદાવાદઃ બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીની હત્યા કરાવી
advertise

ઘનશ્યામભાઈએ સુમિતને પ્રતીક પર હુમલો કેવી રીતે થયો તેમ પૂછતાં તેણે સમગ્ર હકીકત કહી હતી. પ્રતીકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત થયું હતું. ઘટનાની જાણ ઓઢવ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે પ્રતીકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તેના સાળાની ધરપકડ કરી છે.

પોલીસે પહેલાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી જોકે ત્યારબાદ પ્રતીકનું મોત થતાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘનશ્યામભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રતીકે ખ્યાતિ સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં છે. જેની અદાવત રાખીને તેના સાળાએ આ હુમલો કર્યો છે. અગાઉ પણ પ્રતીકને ખ્યાતિના પરિવારજનોએ ધમકી આપી હતી. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજાએ જણાવ્યું કે પ્રતીકના સાળા મીત પટેલે તેના માસિયાઇ ભાઇ કેતુલ પટેલ અને મિત્ર સચીન તેમજ દીપક મરાઠી સાથે મળીને પ્રતીકની હત્યા કરવાનો પ્લાન ઘડી દીધો હતો.