ચકચાર@બાયડ: સરપંચ દારૂની રેડ કરાવતા હોવાનું માની કર્યો હુમલો, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,બાયડ બાયડ તાલુકાના ગામે દારૂની રેડ કરાવતા હોવાની શંકા રાખી ચાર ઇસમોએ સરપંચના ઘર ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. હુમલામાં સરપંચ સહિત પરિવારજનોમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સમગ્ર મામલે સરપંચે ગામના જ ચાર ઇસમો વિરૂધ્ધ નામજોગ ફરીયાદ નોંધાવી છે. અટલ સમાચાર
 
ચકચાર@બાયડ: સરપંચ દારૂની રેડ કરાવતા હોવાનું માની કર્યો હુમલો, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,બાયડ

બાયડ તાલુકાના ગામે દારૂની રેડ કરાવતા હોવાની શંકા રાખી ચાર ઇસમોએ સરપંચના ઘર ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. હુમલામાં સરપંચ સહિત પરિવારજનોમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સમગ્ર મામલે સરપંચે ગામના જ ચાર ઇસમો વિરૂધ્ધ નામજોગ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@બાયડ: સરપંચ દારૂની રેડ કરાવતા હોવાનું માની કર્યો હુમલો, 4 ઇજાગ્રસ્ત

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લાલુપર ગામે સરપંચના ઘરે હિચકારો હુમલો થયો હોવાનું સામે આવ્યુ છે. ગત દિવસોએ ગામમાં દારૂનો વેપાર કરતા ઇસમોને ત્યાં પોલીસે રેડ કરી હતી. જોકે રેડની બાતમી સરપંચે જ આપી હોવાનું માની આરોપીઓએ તેમના ઘરે હુમલો કર્યો હતો. ગામના સરપંચ સાહબાભાઇ હીરાભાઇ ખાંટ ગઇકાલે સવારે બહારગામ ગયા હતા. આ દરમ્યાન તેમની પુત્રીનો ફોન આવ્યો હતો કે ગામના ચાર ઇસમો દારૂની રેડ બાબતે આપને મારવાનું કહી ધમકી આપીને ગયા છે.

ચકચાર@બાયડ: સરપંચ દારૂની રેડ કરાવતા હોવાનું માની કર્યો હુમલો, 4 ઇજાગ્રસ્ત

આ દરમ્યાન મોડીરાત્રે સરપંચ ઘરે આવતા પરિવારજનોને સઘળી વાત કરી હતી. એટલામાં ગામના જ રણજીત ભલાભાઇ ખાંટ, રોહિત ભાથીભાઇ ખાંટ , સંજય ભાથીભાઇ ખાંટ અને ગીરીશ ભલાભાઇ ખાંટ આવી ચડી સરપંચને જેમતેમ બોલવા લાગ્યા હતા. બોલાચાલી ઉગ્ર થતાં ચારેય ઇસમો સરપંચ અને પરિવાર ઉપર તુટી પડતાં ચાર પરિવારજનો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમ્યાન સ્થાનિકો આવી જતાં આરોપીઓ જતાં જતાં ધમકી આપીને ગયા હતા કે, આ વખતે તો તમે બચી ગયા છો. પરંતુ જો હવે બોલશો તો જાનથી મારી નાંખીશું.

ચકચાર@બાયડ: સરપંચ દારૂની રેડ કરાવતા હોવાનું માની કર્યો હુમલો, 4 ઇજાગ્રસ્ત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ સરપંચ સહિત પરિવારજનોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચે રણજીત ભલાભાઇ ખાંટ, રોહિત ભાથીભાઇ ખાંટ , સંજય ભાથીભાઇ ખાંટ અને ગીરીશ ભલાભાઇ ખાંટ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે બાયડ પોલીસે આઇપીસીની કલમ 324, 323, 504, 506(2),114 અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.