આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ભિલોડા

લોકડાઉન વચ્ચે ભિલોડા તાલુકામાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી મામલે બંને સગાભાઇઓની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગઇકાલે રાત્રે માથાકૂટ થયા બાદ બંનેની લાશ નગ્ન અવસ્થામાં મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મૃતકની બહેને ભિલોડા પોલીસ મથકે બે ઇસમો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. કુંડોલપાલના રાજેન્દ્ર યુસુફભાઈ અસારી ઉં.વ. 42 અને વિનોદ ભાઈ યુસુફભાઈ અસારી ઉ.વ.35 ની હત્યાની ખળભળાટ મચી ગયો છે. મૃતકની બહેને નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપી ચંદ્રેશભાઈ કોપસા સાથે ઇંટોની મજૂરીના પૈસા બાબતે તકરાર થઈ હતી. જેને લઇ ગઇકાલે રાત્રે આરોપી આશિર્વાદ પારઘી અને ચંદ્રેશ કોપસાએ બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમના ભાઈઓની હત્યા કરી નાંખી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બંને મૃતકોની લાશ નગ્ન અવસ્થામાં પણ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે મૃતકની બહેનની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અગાઉ થયેલા આ ઝઘડાના કારણે લૉકડાઉનમાં એક જ પરિવારના બે દીવા બૂઝાઈ ગયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code