ચકચાર@દાહોદ: મહિલાને નગ્ન કરી માર મારનાર વધુ 5 ઇસમો ઝબ્બે, અગાઉ વીડિયો થયો હતો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દાહોદ જિલ્લા ના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો હતો. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમ્યાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી
 
ચકચાર@દાહોદ: મહિલાને નગ્ન કરી માર મારનાર વધુ 5 ઇસમો ઝબ્બે, અગાઉ વીડિયો થયો હતો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ જિલ્લા ના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો હતો. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમ્યાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા. આ મામલે આ મહિલાના ચીર હરણ કરનારી ગેંગના વધુ પાંચ નરાધમો ઝડપાયા છે. કુલ 19 લોકો સામે રહી રહીને કાયદાઓ લાલ આંખ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો હતો. આ વાયરલ વીડિયો મામલે પોલીસે 19 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પૈકી અગાઉ 14 દુસાશનોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે હવે બાકીની કૌરવ સેનાના 5સ શખ્સો ઝડપાઈ જતા તમામ 19 આરોપીની ધરપકડ થઈ છે. અહીંયા પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. જે બાદમાં યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવી માટે દોડા દોડી કરે છે. આ દરમિયાન બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી કાઢે છે. લોકોને આક્ષેપ હતો કે, યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. આ ઉપરાંત યુવતી આ યુવક સાથે ભાગી ગઈ હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ,આદિવાસી વિસ્તારમાં જ્યારે કોઈ યુવતી પ્રેમી સાથે ભાગી જાય છે ત્યારે તેને ગામના લોકો જ સજા આપતા હોય છે. ભૂતકાળમાં પણ આવે અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. પ્રેમ કરવાની તાલિબાની સજા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.