આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા પંથકમાં ગતમોડી રાત્રિએ ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ચોરી કરતા પહેલા તસ્કરોએ મુખ્ય વીજલાઇન કાપી આખા ગામમાં અંધારપટ કર્યુ હતુ. આ પછી એકસાથે 9 મકાન અને 5 મંદીરના તાળા તોડી અંદાજીત 10 લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ગામલોકો ફફડાટમાં આવી દોડધામમાં લાગ્યા હતા. ચોરીની જાણ આગથળા પોલીસને કરતા તાત્કાલિક દોડી આવી તપાસ હાથ ધરી છે. તસ્કરોની ચોંકાવનારી હરકતથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે ગત મોડીરાત્રિએ એકથી વધુ સંખ્યામાં તસ્કરો ત્રાટક્યા હોઇ સામુહીક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરી કરતા અગાઉ તસ્કરોએ ગામની વીજડીપીની લાઇન કાપી દીધી હતી. જેનાથી આખા ગામમાં એકસાથે અંધારપટ છવાઇ જતા તસ્કરોએ મોકળું મેદાન લીધુ હતુ. અગાઉથી મેળવેલી વિગતોને આધારે તસ્કરો એકસાથે 9 મકાન અને 5 મંદીર ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી હતી. ખતરનાક તસ્કરો 14 સ્થળોએથી સરેરાશ 10 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રામસણ ગામમાં કુલ 14 પૈકી કિરણ ત્રિવેદીના ઘરમાંથી દાગીના સહિત 4 લાખનો મુદ્દામાલ ચોરી થઇ ગયાનુ સામે આવ્યુ છે. ઘટનાને પગલે આગથળા પોલીસ ગામમાં દોડી આવી ત્યારે પિડીત પરિવાર સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસે તાત્કાલિક અસરથી તસ્કરો ઝડપી પાડવા ગતિવિધિ શરૂ કરી દરમ્યાન જેના ઘરે ચોરી થયેલ તે પરિવારના લોકોએ વિગતો જણાવવા કવાયત હાથ ધરી હતી. તસ્કરોની ચોરી કરવા માટે ભયાનક પુર્વ તૈયારી અનુભવી ગામલોકો ચોંકી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code