ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

અટલ સમાચાર,મહેસાણા ડીસા પંથકમાં બટાકાના વેપારી પાસે તોડની ઘટના બની હોવાની ચર્ચા વાયરલ થઇ છે. કોલ્ડ સ્ટોરેજના વેપારીના ગોડાઉને ગાંજાનો છોડ હોવાથી તપાસ કરવા કથિત પોલીસ પહોંચી હતી. જેમાં બંને વચ્ચે ચર્ચાને અંતે કથિત પોલીસે અઢી લાખનો તોડ કર્યો હતો. વેપારીએ તાત્કાલિક આંગડીયા મારફત પૈસા મંગાવી ચૂકતે કર્યા બાદ ભાગીદારો વચ્ચે મુંઝવણ બની છે. છેતરાયા
 
ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

અટલ સમાચાર,મહેસાણા

ડીસા પંથકમાં બટાકાના વેપારી પાસે તોડની ઘટના બની હોવાની ચર્ચા વાયરલ થઇ છે. કોલ્ડ સ્ટોરેજના વેપારીના ગોડાઉને ગાંજાનો છોડ હોવાથી તપાસ કરવા કથિત પોલીસ પહોંચી હતી. જેમાં બંને વચ્ચે ચર્ચાને અંતે કથિત પોલીસે અઢી લાખનો તોડ કર્યો હતો. વેપારીએ તાત્કાલિક આંગડીયા મારફત પૈસા મંગાવી ચૂકતે કર્યા બાદ ભાગીદારો વચ્ચે મુંઝવણ બની છે. છેતરાયા તો નથી ને તેવી ભાવનાથી હવે વેપારીએ તપાસ આદરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુરમાં કોલ્ડ સ્ટોરેજના વેપારીનું ગોડાઉન કમ ઓફીસ આવેલી છે. જેના કમ્પાઉન્ડમાં ગાંજાનો છોડ ઉગી ગયો હોવાથી તપાસના ભાગરૂપે કથિત પોલીસ પહોંચી હતી. કથિત પોલીસની ગાડીમાં સાદા કપડામાં આવેલા ચાર વ્યક્તિઓ વેપારી સાથે ચર્ચા કરવા ઓફીસમાં પહોંચે છે. જ્યાં તમામના મોબાઇલ કબજે કરી નાણાંની માંગણી કર્યાનો મામલો વેપારી આલમમાં ચર્ચાઇ રહ્યો છે.

વેપારી અને કથિત પોલીસ વચ્ચે વાતચીતને અંતે અઢી લાખમાં જતુ કરવાનું બહાર આવ્યુ છે. કમ્પાઉન્ડની બહાર હાઇવે ઉપર પહોંચી વેપારીના ભાગીદારે કોથળીમાં રકમ હાથોહાથ આપી હોવાનું જણાવ્યુ છે. જેમાં કથિત પોલીસના ચાર વ્યક્તિઓ ગણતરીની મિનીટોમાં રકમ લઇ નિકળ્યા બાદ ભાગીદારો વચ્ચે સવાલો ઉભા થયા છે. ઘટનાને લઇ એક ભાગીદારે આશંકા વ્યકત કરી છેતરાઇ ગયા હોવાનું સમજી તપાસ શરૂ કરી છે.

ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

સમગ્ર મામલે વેપારીએ ડીસા તાલુકા પોલીસ, જીલ્લા પોલીસ, એલસીબી સહિતનાને પુછતા કોઇ કેસ ન હોવાનું જણાવ્યુ હતુ. આથી વેપારીને વધુ આશંકા જતાં લાગતા વળગતાને બોલાવી કથિત પોલીસ કોણ અને કયાંથી આવી હતી તે સહિતની તપાસ આદરી છે. ઉલ્લેખનિય છે કે, વેપારીએ કથિત પોલીસના વ્યકિતઓ તેમની ગાડી, રકમ આપવા જતા વ્યકિતઓ સહિતના સીસીટીવી વિડીયો રજૂ કરતા ચકચાર મચી ગઇ છે.

ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

નંબર ચકાસતા મહિન્દ્રા ગાડી ગુજરાત પોલીસનું હોવાનું સ્પષ્ટ

ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં

સમગ્ર મામલે વેપારીના સ્થળે આવેલી મહિન્દ્રા ગાડી અદ્દલ પોલીસનું હોવાનું બતાવી રહી છે. નંબરને આધારે તપાસ કરતા ગાડી ગુજરાત પોલીસની હોવાનું સામે આવતા મામલો સંગીન બન્યો છે. આથી વેપારી વધુ મુંઝવણમાં આવી કથિત પોલીસ સાચી હશે કે ખોટી તે માટે અલગ-અલગ વ્યકિતઓનો સંપર્ક કરી ખાતરી કરવા લાગ્યા છે. સીસીટીવી ફુટેજ જોતા તોડનો મામલો અનેક સવાલો ઉભા કરી રહયો છે.

ડીસા તાલુકા પોલીસે વિગતો ન હોવાનું જણાવ્યુ

વેપારીના તોડની વાત અંગે ડીસા તાલુકા પોલીસને પુછતાં પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અમારી કોઇ પોલીસ રાણપુર પંથકના વેપારી પાસે ગઇ નથી. આ સાથે આવી કોઇ ઘટના અંગે કોઇ જ ખબર નથી.

પોલીસની સરકારી ગાડીમાં આવેલા ચાર ઇસમો કોણ ? 

વેપારીના ઓફીસે પહોંચેલા ચાર ઇસમો સામે ગંભીર સવાલ બન્યા છે. ગુજરાત પોલીસની ગાડી GJ 18 GB 0734 માં આવેલા ચાર ઇસમો પોલીસ હોવા સામે તપાસની સ્થિતિ બનતા જીલ્લાના વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જીલ્લા પોલીસ માટે ઘટના અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની નોબત બની છે. પોલીસ નાગરિક સુરક્ષાને બદલે તોડ કરી શકે તેવા સવાલો મહત્વપુર્ણ બન્યા છે.